– બિન ગુરૃ જ્ઞાન કહાં સે પાઉં
– સંતોના સાનિધ્યમાં પૂજન, અર્ચન, હવન સહિતના કાર્યક્રમો યોજાયા
ગુરૃ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગું પાય …ના અપાર મહિમાને ચરિતાર્થ કરતા ગુરૃપૂર્ણિમાના પાવન પર્વની આજે કચ્છ જિલ્લામાં શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. કચ્છના ગામેગામ નાના મોટા મંદિરો તાથા આશ્રમોમાં આજે વહેલી સવારાથી રાત સુાધી શ્રદ્ધાળુઓનો ધસારો રહ્યો હતો. ધાર્મિક સૃથળોએ આજે ગુરૃતિલક, પૂજન તાથા ગુરૃવંદનાના કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત ગુરુ હસ્તે કંઠી પણ બદલવામાં આવી હતી. જે માટે ભક્તોની પડાપડી થઇ હતી. કચ્છમાં અષાઢી પુનમ ગુરુપુર્ણિમાની ઉજવણીના ભાગરૃપે ગુરુની પ્રતિમાનું પૂજન, હારારોપણ, પાદુકા પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.
ભુજ : ખારી નદી ખાતે આવેલા માજીબા આશ્રમ ખાતે હાટકેશ સેવા મંડળ અને માજીબા પરિવાર ગુરુપૂજન અર્ચન કરવામાં આવ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કચ્છભરમાં ૨૫ ઉપરાંત સંતોના આશીર્વાદ લેવામાં આવ્યા હતા. ઉમા યોગ કેન્દ્ર દ્વારા ભાવના ઝવેરીના નેજા હેઠળ દીપયજ્ઞાનું આયોજન કરેલ હતું અને યોગગુરુ કમલકાંતભાઈ ભટ્ટનું પૂજન સન્માન કરવામાં આવ્યું હતું.
લખપત : સરહદી લખપત તાલુકામાં બજરંગ દળ દ્વારા સંતોના આશીર્વાદ લેવામાં આવ્યા હતા.
રાપર : રવિભાણ સંપ્રદાયના દરિયાસૃથાન મંદિર ખાતે ત્રિકમ સાહેબ, ખીમ સાહેબ અને ગંગ સાહેબની જીવંત સમાિધ સૃથળે ગુરુપુર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.
ભચાઉ : અંબાધામ ખાતે નગરપાલિકા અને ભાજપ દ્વારા અવિનાશભાઈ શાસ્ત્રીનું પૂજન-સન્માન કરવામાં આવ્યું હતું.
કોટડા (જ) : નખત્રાણા તાલુકાના કોટડા (જ) ખાતે બ્રહ્મલીન સંત પ્રભુદાસજી મહારાજની મઢીએ આરતી, પૂજા સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
આદિપુર : ગુજરાત રાજ્ય યોગબોર્ડ તેમજ પતંજલિ યોગ સમિતિ દ્વારા ગુરુ પુનમ નિમિત્તે વિશેષ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિંજાણના વિધ્યવાસીની માતાજીના મહંત ગુરુ અમરતગીરીજીના સાનિધ્યમાં ગુરુપૂજન મહોત્સવ યોજાયો હતો. પંચમુખી હનુમાનજીના મંદિરે ગુરુપુર્ણિમાના પાવન પર્વે પાદુકા પૂજન અર્ચન, ભોજન, ભજન સહિતના કાર્યક્રમોનું આયોજન થયું.
Leave a Reply