અદાણી પોર્ટે ૯૯ દિવસમાં ૧૦૦ મિલી. મેટ્રિકટન કાર્ગો હેન્ડલ કરી કીર્તિમાન સ્થાપ્યો

નવા માઇલસ્ટોન સાથે ઉંચે ચઢતો ગ્રોથ અને કામકાજ માં જંગી વૃદ્ધિ

નાંણાકીયવર્ષ2022-23નાપ્રથમત્રિમાસિકગાળા-Q1 FY23માંએપીસેઝએમાત્ર 99 દિવસમાં 100 મિલીયનમેટ્રીકટન ( MMT) કાર્ગોહેન્ડલકર્યો

નાંણાકીયવર્ષ2021-22માં 100 મીલીયનમેટ્રીકટન( MMT)કાર્ગોહેન્ડલકરતાં 109 દિવસલાગ્યાહતા

કન્ટેનરમાંવધારો, કોલસો, મિનરલ્સ અને ક્રુ઼ડ ઓઉલના જંગી વોલ્યુમને પગલે કામકાજમાં મોટેપાયે વૃદ્ધિ, સાથે ઓપરેશનલ કાર્ય ક્ષમતા પણ વધારાનું એક કારણ

રેકોર્ડ કોર્ગો હેન્ડલ કરવામાં મુંદ્રા મોખરે, તેના પછીના સ્થાને હજીરા, કટુપલ્લી , એન્નોર અને દહેજ

ભારતની સર્વોચ્ચ સંકલિત પરિવહન સેવા પૂરી પાડતા અદાણી પોર્ટસ એન્ડ એસઇઝેડે ચાલુ ૨૦૨૨-૨૩ના પ્રથમ ત્રિમાસિક સમયગાળાના ફકત ૯૯ દિવસમાં તા.૮ જૂલાઇ-૨૦૨૨ના દિવસે ૧૦૦ મિલીઅન મેટ્રીક ટન કાર્ગોનું વિક્રમી પરિવહન કરીને બંદરીય કારોબારમાં નવો કીર્તિમાન હાંસલ કર્યો છે. 

ગત વર્ષે ૧૦૯ દિવસમાં અદાણી પોર્ટસ એન્ડ સેઝે પરિવહન કરેલ ૧૦૦ મિલીઅન મેટ્રિક ટન કાર્ગોના સમયગાળામાં ૧૦ દિવસના ઘટાડાની તુલના કરતા પોર્ટ ખાતે પરિવહન સંચાલનની કાર્યક્ષમતામાં મહત્વનો સુધારો થયાનું ફલિત થાય છે. 

પ્રણાલિકાગત વેપાર પ્રક્રિયાઓને નવા યુગની ડિજિટલ તકનીકો સાથે સાંકળવા માટે ટેકનોલોજી-આધારિત નવા અભિગમનો ઉપયોગ કરીને અદાણી પોર્ટ અને સેઝે ૨૦૨૫ સુધીમાં ૫૦૦ મિલીઅન મેટ્રીક ટન કાર્ગો થ્રુપુટ હાંસલ કરવા માટેનું લક્ષ્ય નક્કી કર્યું છે.કંપનીના કાર્ગો હાઈપોઈન્ટને ઉત્તેજન આપનારા મુખ્ય કેટલાક પરિબળોમાં ફ્લીટ અને ફ્યુઅલ મેનેજમેન્ટ,એસેટ મોનિટરિંગ,કામગીરીઓનું ડિજિટલાઈઝેશન,મોબીલિટી,ઓપરેશનલ ઈન્ટેલિજન્સ અને એપ્લિકેશન્સ તથા કામગીરીના મોનિટરિંગના કારણે કાર્યક્ષમતામાં આવેલ નોંધપાાત્ર સુધારાનો સમાવેશ થાય છે.

“એપીએસઇઝેડના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણકાલિન ડાયરેકટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે દુનિયાની વિરાટ પોર્ટ કંપની અને ૨૦૩૦ સુધીમાં ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન સેવા પૂરી પાડનાર કંપની તરીકે ઉભરી આવવાની મહાત્વાકાંક્ષા ૨૦૨૧માં વ્યક્ત કરી હતી.,”. “જ્યારે કંપનીની બંદરીય કામગીરીનો વ્યાપ પાંચ બંદરોમાં ફેલાયેલો છે ત્યારે વાર્ષિક ૧૦૦ મિલીઅન મેટ્રિક ટન કાર્ગો થ્રુપુટનું લક્ષ્ય હાંસલ કરતા ૧૪ વર્ષ લાગ્યા હતા. એ પછીના પંચ વર્ષમાં સમગ્ર નવ બંદરોના સંચાલન સાથે એપીએસઇઝેડે ૨૦૦ મિલીઅન મેટ્રિક ટન કાર્ગોનું થ્રુપુટ હાંસલ કર્યું હતું. ત્યારે અમે ફક્ત ૩ વર્ષમાં ૩૦૦ મિલીઅન મેટ્રિક ટન કાર્ગોનું સિમાચિહ્ન હાંસલ કર્યું હતું. હવે અમે ૨૦૨૫માં અમારા કાર્ગો વોલ્યુમમાં ૬૦ ટકાની વૃધ્ધિ કરવા અને ૨૦૩૦ સુધીમાં દુનિયાના સૌથી મોટા પોર્ટ ઓપરેટર તરીકે ઉભરી આવવા સજ્જ છીએ.” એમ તેમણે કહયું હતું.

જૂન-૨૦૨૨માં અદાણી પોર્ટ એન્ડ સેઝે માસિક સૌથી વધુ ૩૧.૮૮ મિલીઅન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કર્યો હતો. જે ૧૨ ટકાનો Y-o-Y કૂદકો હતો. ગત વર્ષથી કોલસાના વોલ્યુમમાં મજબૂત રીકવરી દર્શાવી છે. કોલસાના વોલ્યુમમાં ગયા વર્ષની સરખામણીમાં ૨૫%ની મજબૂત રિકવરી ચાલુ રહી છે. ગત વર્ષની સરખામણીમાં અન્ય મુખ્ય ક્ષેત્રોનો  આ માસિક ઉછાળામાં યોગદાન રહ્યું છે તેમાં ક્રૂડ ૧૭% અને કન્ટેનર ૬% છે.મુંદ્રા પોર્ટે  માસિક ૨૧%ના વોલ્યુમની વૃદ્ધિ સાથે આ વિક્રમરુપ સિધ્ધિમાં શિરમોર યોગદાન આપ્યું છે. એ પછીના ક્રમે  હજીરા, કટ્ટુપલ્લી અને એન્નોર સંયુક્ત રીતે અને દહેજ  રહ્યા છે.

અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ અંગેઃ

વૈશ્વિક સ્તરે વૈવિધ્યકરણ ધરાવતા અદાણી ગ્રુપના એક અંગ અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) પોર્ટ કંપનીમાંથી પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે. વ્યૂહાત્મક સ્થળોએ આવેલા ગુજરાતમાં મુંદ્રા, દહેજ, તુના અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં માર્મુગોવા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ, વિશાખાપટ્નમ અને ક્રિશ્નાપટનમ, મહારાષ્ટ્રમાં દીઘી અને ચેન્નાઈમાં એનરોન સહિત ૧૨ પોર્ટસ અને ટર્મિનલ્સ સાથે તે સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે, જે દેશની કુલ પોર્ટ ક્ષમતામાંથી ૨૪ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ પોર્ટ સાગરકાંઠાના વિસ્તારો અને હિન્ટરલેન્ડનો વ્યાપક જથ્થો હેન્ડલ કરે છે. કંપની કેરાલામાં વિઝીન્ઝામ ખાતે ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ વિકસાવી રહી છે. અમારા પોર્ટસ એન્ડ લોજીસ્ટીક પ્લેટફોર્મમાં ઈન્ટિગ્રેટેડ લોજીસ્ટીક્સ ક્ષમતાઓ અને ઈન્ડસ્ટ્રિયલ ઈકોનોમિક ઝોન્સના બંદરો અને એકમોનો સમાવેશ થાય છે, જે અમને લાભદાયી સ્થિતિમાં મૂકે છે અને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં પ્રભાવક સ્થાન આપે છે. અમારૂં વિઝન આગામી દાયકામાં દુનિયાના સૌથી મોટા પોર્ટસ અને લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ બનવાનું છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનવાના બેઝ સાથે સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઈનિશ્યેટિવ (SBTi) ઉપર હસ્તાક્ષર કર્યા છે અને તે મારફતે ગ્લોબલ વોર્મિંગને પ્રિ-ઈન્ડસ્ટ્રિયલ લેવલના 1.5  સેન્ટીગ્રેડ સુધી રાખીને એમિશનમાં ઘટાડો કરવાની કટિબધ્ધતા દાખવી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: