– યુક્રેનના તમામ નાગરિકોને આપશે રશિયાની સિટીઝનશિપ
રશિયા અને યુક્રેન યુદ્ધના 137 દિવસ થઇ ગયા છે, ત્યારે રશિયન સૈનિકોએ યુક્રેનિયન શહેર ડોનેટ્સકના એક એપાર્ટમેન્ટ પર મિસાઇલ હુમલો કર્યો, જેમાં 29 લોકો માર્યા ગયા. પોલીસે 24 મૃતદેહો બહાર કાઢ્યા છે, 6 ઘાયલ લોકોને પણ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
અત્યાર સુધી, રશિયન નાગરિકત્વની પ્રક્રિયા ફક્ત યુક્રેનના ડોનેટ્સક, લુહાન્સ્ક પ્રદેશ તેમજ દક્ષિણ ઝાપોરિઝિયા અને ખેરસન પ્રદેશના લોકો માટે સરળ હતી. આ વિસ્તારોના મોટા ભાગ પર રશિયાનું નિયંત્રણ છે.
વર્ષ 2019માં, સૌપ્રથમ ડોનેટ્સક અને લુહાન્સ્કના રહેવાસીઓને નાગરિકતા આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તે જ સમયે વર્ષ 2022માં, વિદ્રોહીઓના કબજા હેઠળના વિસ્તારોની લગભગ 18 ટકા વસ્તી અથવા 720,000 થી વધુ લોકોને રશિયન પાસપોર્ટ આપવામાં આવ્યા હતા.
યુક્રેન પરના હુમલાના ત્રણ મહિના પછી મે 2022માં ઝાપોરિઝિયા અને ખેરસન પ્રદેશના રહેવાસીઓ માટે પણ એક ફાસ્ટ-ટ્રેક પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. લગભગ એક મહિના પહેલા આ વિસ્તારોમાં લોકોને રશિયન પાસપોર્ટ આપવામાં આવ્યા હતા.
બોમ્બ વિસ્ફોટ ચાલુ
આ દરમિયાન, યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં રશિયાના બોમ્બ ધડાકા ચાલુ છે જ્યાં સોમવારે 3 લોકો માર્યા ગયા અને 31 ઘાયલ થયા હતા.
ખારકીવના ગવર્નર ઓલેહ સિનિહોબેલે સોશિયલ મીડિયા ટેલિગ્રામ પર કહ્યું કે, ઘણા રોકેટ લોન્ચર દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા છે. ખારકીવમાં એક શોપિંગ સેન્ટર અને એક ઘરને પણ નિશાન બનાવવામાઆવ્યુ હતુ. જેમાં ઘણા વાહનોને પણ નુકશાન થયુ છે. આ સાથે જ યુક્રેનના પૂર્વ વિસ્તારોમાં પણ રશિયાના સૈનિકો દ્વારા હુમલાઓ ચાલુ જ છે.
Leave a Reply