– મોટા પ્રમાણમાં જવાનો જોડાયા
જીકે.જનરલ હોસ્પિટલને અદાણી ગ્રુપે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) મોડેલ તરીકે સ્વીકારી આરોગ્ય ક્ષેત્રે સેવા આપવાનું સ્વીકાર્યું તેને ૧૦ વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે વિવિધ ક્ષેત્રે મેડિકલ સેવા આપવાના પ્રયાસના રૂપે પ્રથમ ચરણમાં જી.કે.જનરલ ઓર્થો વિભાગ અને લખપત ૫૯ બી.એસ.એફ.બટાલિયન દ્વારા નિ:શુલ્ક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં જવાનોએ સારવાર લીધી હતી.
બોર્ડર ચેકપોસ્ટ ઉપર આ પ્રકારના ઓર્થો કેમ્પનું પ્રથમ આયોજન છે. જેમાં મોટા પ્રમાણમાં બી.એસ.એફ.ના જવાનો જોડાયા હતા અને સારવાર મેળવી હતી. ઓર્થો વિભાગના સ્પાઇન સર્જંનના વડપણ હેઠળ આયોજિત આ કેમ્પમાં કમર, ઘૂંટણ અને ખાસ કરીને સાંધાના દૂ;ખાવા માટે સારવાર કરવામાં આવી હતી.
લખપત ૫૯ બી.એસ.એફ બટાલિયનના ડેપ્યુટી કમાન્ડન્ટ સંજય ભટ્ટ અને આસી. કમાન્ડન્ટ અરવિંદ પાલે વ્યવસ્થા સંભાળી હતી. જ્યારે ડો. ઋષિ સોલંકી ઉપરાંત ઓર્થો વિભાગના તબીબ ડો. તેજ રૂડાણી, ડો. વિશાલ પુષ્કર્ણા સહિત ૫ રેસિડેન્ટ ડોક્ટર દ્વારા નિદાન કરી સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત બી.એસ.એફ. ૫૯ લખપત બટાલિયન ખાતે વૃક્ષારોપણનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
Leave a Reply