રાજ્યમાં હજુ 3 દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે અગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી
પોરબંદર જામનગર, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા જિલ્લાઓમાં વરસાદ સાથે છૂટાછવાયા સ્થળોએ વીજળી પડવાની અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આગામી 3 દિવસ દરમિયાન ગાંધીનગર, આણંદ, અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, કચ્છ, ડાંગ.
સુરત, નવસારી, પાટણ, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેરા સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, દિવ, અમરેલી, બંદરવાળી, જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે.
ગઈ કાલે અમદાવાદ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તા ધોવાઈ ગયા હતા અને શહેરી વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગઈ કાલે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સૌથી વધુ 22 ઈંચ વરસાદ પડ્યો હતો અને આજે ફરી મધ્ય ગુજરાતમાં જ સૌથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Leave a Reply