– આ પહેલા મહતોએ 173 દિવસમાં 29 રાજ્યોમાં સાયકલથી સફર કરી ચૂકી છે
બિહારની સબિતા મહતો સમુદ્ર સપાટીથી 19,300 ફૂટ ઊંચા ઉમલિંગ મોર્ટેબલ રોડને સાયકલથી સર કરનારી વિશ્વની પ્રથમ મહિલા બની ગઈ છે. માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ કરતા ઉંચો ઉમલિંગ મોર્ટેબલ રોડને ક્યારેય કોઈ મહિલા સાયકલિસ્ટ દ્વારા સર કરવામાં નહોતો આવ્યો. બિહારના પાનાપુરની રહેવાસી 25 વર્ષીય સબિતા મહતોએ 5 જૂનના રોજ દિલ્હીથી વિશ્વના સૌથી ઊંચા મોર્ટેબલ રોડને સાયકલથી સર કરવા માટે સફર શરૂ કર્યો હતો. લગભગ 23 દિવસની લાંબી અને પડકારજનક સફર પૂરી કરીને, સબિતા મહતો આખરે 28 જૂને લદ્દાખમાં સમુદ્ર સપાટીથી 19,300 ફૂટ ઊંચા ઉમલિંગ મોર્ટેબલ રોડને સર કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. આ દરમિયાન મહતોએ બારાલાચા, તંગલંગ અને ખાર્દુગલા જેવા મોર્ટેબલ રોડને પાર કરતા સાયકલ દ્વારા 1,204 કિમીની મુસાફરી કરી હતી.
શિયાળાની ઋતુમાં અહીંનું તાપમાન માઈનસ 40 ડિગ્રી સુધી ઘટી જાય છે. વધારે ઊંચાઈ અને વનસ્પતિ વિહીન હોવાને કારણે ત્યાં મેદાની વિસ્તારોની તુલનામાં 50% ઓછું ઓક્સિજન છે. ઉમલિંગ મોર્ટેબલ રોડને સર કરીને દિલ્હી પરત ફરતી વખતે કેલોંગ ખાતે લાહૌલ-સ્પીતિ સાયકલ એસોસિએશન દ્વારા સબિતા મહતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એસોસિએશનના અધ્યક્ષ સુશીલ કુમારે કહ્યું કે, સાયકલ દ્વારા વિશ્વના સૌથી ઊંચા ઉમલિંગ મોર્ટેબલ રોડની ચઢાઈ કરી મહતોએ વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. સાયકલ પર ઉમલિંગને માપનાર તે વિશ્વની પ્રથમ મહિલા બની છે.
સપ્ટેમ્બરમાં લાહોલમાં પ્રસ્તાવિત ગ્રે-ઘોસ્ટ નેશનલ સાયકલ ચેમ્પિયનશીપમાં આવવાનું સંઘે આમંત્રણ આપ્યું હતું. સબિતા મહતો ખૂબ જ ગરીબ પરિવારથી સબંધ ધરાવે છે. સિલીગુડીમાં માછલી વેચીને પરિવાર ગુજરાન ચલાવે છે. આ પહેલા મહતોએ 173 દિવસમાં 29 રાજ્યોમાં સાયકલથી સફર કરી ચૂકી છે.
Leave a Reply