5 જી સ્પેકટ્રમમાં અમારા હિત અંગે થઇ રહેલી પૂછપરછ બાબતે જણાવવાનું કે અમારો ઇરાદો ગ્રાહક મોબીલીટી ક્ષેત્રમાં દાખલ થવાનો નથી.
ભારત નેક્સટ જનરેશન 5 જી સેવાઓ જાહેર લિલામી મારફત ખુલ્લી મૂકવા તૈયારીઓ કરી રહ્યું છે. આ ખુલ્લી બિડીંગ પ્રક્રિયામાં અનેક અરજદારો પૈકીના અમે એક છીએ.
એરપોર્ટ, પોર્ટસ અને લોજીસ્ટીક્સ, પાવર જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને વિવિધ ઉત્પાદન કામગીરીઓ સહિતના ક્ષેત્રમાં વધુ સાયબર સિક્યોરીટી સાથે પ્રાઈવેટ નેટવર્ક સોલ્યુશન્સ પુરું પાડવા અમે 5 જી બિડીંગમાં ભાગ લઇ રહ્યા છીએ.
જો ઓપન બિડીંગમાં અમોને 5 જી સ્પેકટ્રમની ફાળવણી થશે તો અમે અદાણી ફાઉન્ડેશનના ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય સંભાળ અને કૌશલ્ય વિકાસના વ્યાપને વધારવા કરેલી જાહેરાતને 5 જી ટેકનોલોજીથી ફાયદો થશે.
વધુમા અમે સુપર એપ્સ, અદ્યતન ડેટા સેન્ટર્સ તેમજ ઈન્ડસ્ટ્રી કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર્સનું નિર્માણ કર્યુ છે ત્યારે અમારા સમગ્ર વ્યવસાયોમાં હાઇ ફ્રિકવન્સી અને લો લેટન્સી 5 જી નેટવર્ક મારફત અલ્ટ્રા હાઇ ક્વોલીટી ડેટા સ્ટ્રીમિંગની ક્ષમતાની જરુર પડશે.
રાષ્ટ્ર નિર્માણની અમારી ફિલોસોફી અને આત્મ નિર્ભર ભારતને પીઠબળ આપવાના અમારા ધ્યેય સાથે સંલગ્ન છે.
Leave a Reply