મુન્દ્રા તાલુકા પંચાયત સ્વભંડોળ ઉભું કરવા માટે વ્યાપારિક ધોરણે કોમ્લેક્સનું નિર્માણ હાથ ધરશે

– પ્રાથમિક તબક્કે જિલ્લા પંચાયતમાં મંજૂરીની દરખાસ્ત મુકાઈ હોવા મુદ્દે ચર્ચા

તાજેતરમાં મળેલી મુન્દ્રા તાલુકા પંચાયતની કારબોરી બેઠકમાં સ્વભંડોળ ઉભું કરવા પરિસરની નજીક વ્યાપારિક ધોરણે કોમ્પ્લેક્સ નું નિર્માણ હાથ ધરવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો.અને તે મુદ્દે જિલ્લા પંચાયતમાં દરખાસ્ત મુકાઈ હોવા મુદ્દે ચર્ચા કરી આગળની કાર્યવાહી માટે વિચાર વિમર્શ કરાયો હતો.તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદી ઉપરાંત તાલુકા પંચાયતની કારોબારીના સદસ્યો ની હાજરીમાં મળેલી સામાન્ય સભામાં પ્રથમ વરસાદી સીઝન ને અનુઅલક્ષીને સ્થિતિ ગંભીર બને તો તેને પહોંચી વળવા આગોતરા પગલા માટે સંલગ્ન ખાતાંઓનો સંપર્ક કરી એલર્ટ મોડમાં રહેવા અનુરોધ કરાયો હતો.

ત્યાર બાદ તાલુકા પંચાયત પ્રમુખ રાણીબેન ચાવડાએ વ્યાપારિક સંકુલ પર વિસ્તૃત પ્રકાશ પાડતાં પંચાયત પરિસર બહાર પડેલી વિશાળ જમીન નો સદુપયોગ કરી સ્વભંડોળ ઉભું કરવા કોમ્પ્લેક્સ નું નિર્માણ હાથ ધરવાનું નક્કી કરાયું હોવાનું જણાવી તાંત્રિક મંજૂરી મળ્યા બાદ સંકુલ ઉભું કરી ટેન્ડર પ્રક્રિયા દ્વારા દુકાનો અને ઓફિસો ભાડા પટ્ટે આપવા બાબત થી સૌને અવગત કર્યા હતા.

અત્રે નોંધનીય છે કે હાલ બનેલા પ્લાન એસ્ટીમેટ પ્રમાણે ગ્રાઉન્ડફ્લોરમાં અંદાજિત 150 થી 200 ફૂટની 30 દુકાનો અને પહેલા માળે તેટલીજ ઓફિસ બનવા પાત્ર છે.ત્યાર બાદ કારોબારી ચેરમેન હરેન્દ્રસિંહ જાડેજાએ હાલ ગૌધનમાં વ્યાપેલા લમ્પી રોગને અનુલક્ષીને તાલુકાના 16000 માંથી 13000 પશુઓને રસ્સી અપાઈ ચુકી હોવાથી અવગત કરી ટૂંક સમયમાં બાકીના 3000 ને આપીને 100 ટકા રસ્સીકરણ પૂર્ણ કરવા પર ભાર મુક્યો હતો.

તાલુકા પંચાયતના પ્રતિનિધિઓએ વીજ સંબંધિત સમસ્યાઓ સાથે પીજીવીસીએલની મુલાકાત લીધી :

કારોબારીની બેઠક પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તાલુકાના તમામ વિસ્તારના સભ્યોએ એકસૂરે પીજીવીસીએલ ના ખાડે ગયેલા વહિવટ અને વીજવિક્ષેપ વેળાએ અધિકારીઓનો ફોન સતત નો રિપ્લાય આવતો હોવાની થોકબંધ ફરિયાદો કરતાં પ્રતિનિધિઓ પીજીવીસીએલ કચેરીએ ઘસી ગયા હતા.અને જ્યોતિગ્રામ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં વિજપુરવઠા પર રોક અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો.ઉપરાંત પ્રિમોન્સુન કામગીરી અંગે સવાલો ઉઠાવતા તેના પ્રત્યુત્તરમાં ઝોન-1 અને 2 ના કાર્યપાલક ઈજનેરોએ ખુદ અમુક વિસ્તારમાં મજૂરોના અભાવે આગોતરી કામગીરી બાકી રહી હોવાનું કબૂલી અઠવાડિયામાં તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી.બેઠકમાં તા પ ના ઉપપ્રમુખ નારાણભાઇ ગઢવી સાથે તમામ કારોબારી સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: