– મેલેરીયા સામે જુલાઈથી નવેમ્બર સુધી સાવચેતી રાખવી
કચ્છમાં વરસાદી મોસમ શરૂ થઈ ગઈ છે. મેલેરિયા રોગના મુખ્ય વાહકોમાં એનાફીલીસ માદા મચ્છર છે. આ મચ્છરનો બ્રિડિંગ સમય(ઈંડા મૂકવા) વરસાદી સમય છે. આ માટે તેને લોહીની જરૂર પડતી હોવાથી માનવને કરડે છે અને એ રીતે મેલેરિયા માનવીથી માનવીમાં ફેલાય છે. એટ્લે જ મેલેરિયામાં ખાસ કરીને જુલાઇથી નવેમ્બર સુધી સાવધાની વર્તવાની તાકિદ જી.કે.જન. અદાણી હોસ્પિટલના મેડિસિન વિભાગના દ્વારા કરાઇ છે.
મેલેરીયા થાય એ પહેલા જ સાવધાની રાખવામા આવે તો બચી શકાય છે. માટે મચ્છર ન થાય એ માટે વરસાદમાં ઘર આગળ પાણી ન ભરાય. પુખ્ત મચ્છર હંમેશા ઘરમાં દરવાજા અને બારીના ખૂણામાં ભરાયેલા હોવાથી સાફ રાખવા જરૂરી છે. ઇલાજથી બહેતર બચાવ હોવાથી શક્ય હોય ત્યાં સુધી મચ્છરદાનીમાં સૂવું, ગુડનાઇટ, ધૂપ વિગેરે કરાય છે. એ પણ યોગ્ય છે. કારણ કે, મચ્છર લોહી લેવા સૂર્યાસ્ત પછીનો સમય જ પસંદ કરે છે, એવું મેડિસિન વિભાગના ડો. જયંતિ સથવારાએ કહ્યું હતું.
કચ્છમાં ખાસ કરીને કુલ પાંચ મેલેરિયાના પ્રકાર પૈકી ફાલ્સીપેરમ અને વાયવેક્સ જોવા મળે છે. વાયવેક્સનું પ્રમાણ વધુ છે. એકાંતરે ઠંડી સાથે તાવ આવે છે. ફાલ્સીપેરમ જેવા મેલેરિયા તાવમાં ૭૨ કલાક પછી તાવ આવે છે. તાવ સાથે પસીનો પણ થાય છે. આવું થાય તો તબીબોનો સંપર્ક કરવા અને લોહીની તપાસથી મેલેરિયા પ્રકાર કે મેલેરિયા છે તે જાણી શકાશે. તબીબે સૂચવ્યા મુજબ પૂરી દવા લેવી. નહીં તો તાવ ફરી આવી શકે છે. ડોક્ટરને પૂછ્યા વિના કોઈ દવા તો લેવી જ નહીં.
આમ તો, કલોરોક્વિન તેની મુખ્ય દવા છે. દરેક સરકારી દવાખાનામાં તે વિનામુલ્યે ઈલાજ કરવામાં આવે છે. ગરમી અને વરસાદી મોસમમાં પાણી પીતા રહેવાથી મેલેરિયાને મ્હાત આપી શકાય છે. કારણ કે, શરીરમાથી ગરમી નીકળવી જરૂરી છે. ક્યારેક ક્રોનીક મેલેરિયા થઈ જાય ત્યારે એનીમિયા થઈ જતો હોવાથી આ રોગથી સંભાળવું જરૂરી છે. ગર્ભવતી મહિલાઓને પણ પૂરતી સંભાળ રાખવી આવશ્યક છે.
આયુર્વેદમાં મેલેરીયાનો ઈલાજ:
જી.કે. જનરલ હોસ્પિટલનો આયુર્વેદ વિભાગ સંભાળતા ડો. પિયુષ ત્રિવેદીએ આયુર્વેદમાં મેલેરીયા વિષે કયું કે, આ તાવના રક્ષણ સામે આયુષ: ૬૪ અને સુદર્શન ઘનવટી ઈલાજ છે. કોઈપણ આ દવા લઈ શકે છે.
Leave a Reply