– ફાયર બ્રિગેડ, ફર્સ્ટ એઈડ, અને ૧૦૮ ઈમરજન્સી સેવાની અપાઈ તાલીમ
નાગરિક સંરક્ષણની તાલીમ દરેકે લેવી જોઈએ.અને સંસ્થાઓ પણ આ ક્ષેત્રે પ્રત્યેકને તાલીમબધ્ધ કરવા જોઈએ. તેવા ઉદ્દેશને અનુસરીને અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ ભુજના નર્સિંગ આસી. તાલીમાર્થીઓને ફર્સ્ટ એઈડ, ફાયર બ્રિગેડ અને ૧૦૮ની ઈમરજન્સી સેવા અંગે જ્ઞાન પીરસી તાલીમબધ્ધ કરાયા હતા. નાગરિક સંરક્ષણ વોર્ડન પ્રશાંત તન્નાએ ફર્સ્ટ એઈડમાં કૃત્રિમ શ્વાસોછવાસ સી.પી.આર. સહિતની તમામ આનુષંગીક પ્રાથમિક સારવારની તાલીમ આપી હતી. એવી જ રીતે વોર્ડન કમલેશ મોતિયાએ ફાયરબ્રિગેડ, વોર્ડન મુકેશ જોશીએ ૧૦૮ની ઈમરજન્સી સેવા વોર્ડન રોહિત રાજદેએ નાગરિક સંરક્ષણની સ્વબચાવથી સર્વબચાવની દિશામાં ઉપલબ્ધ ૧૨ જેટલી જુદી જુદી બચાવની તાલીમ આપી હતી. જ્યારે વોર્ડન અરુણ જોશીએ ઇતિહાસ સમજાવ્યો હતો. આ તકે તાલીમ અધિકારી એ.સી.ગાંધી તેમજ હરેશ ઠાકરએ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાંત વોર્ડન સભ્યો પ્રતાપ રૂપારેલ, જતિન ઠકકર, કૌશિકભાઈ તથા સક્ષમનો સ્ટાફ સહયોગી રહ્યો હતો.
Leave a Reply