છેલ્લા બે વર્ષથી બારોઇ રોડ પર પોલીસ ચોકી શરૂ કરવાની લોકોની માંગ હતી, પરંતુ વચ્ચે કોરોનાના લીધે શક્ય બન્યું ન હતું. આમ હવે આ પોલીસ ચોકી થકી આ વિસ્તારમાં પોલીસનો સકંજો વધુ મજબૂત થશે તેવું બારોઇમાં પોલીસ સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરતા 5. કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક સૌરભસિંગે જણાવ્યું હતું.
આ પ્રસંગે શ્રી સિંગે વધુમાં જણાવ્યું હતું કે, મુંદરામાં ઔદ્યોગિક વિકાસ તથા વિવિધ કંપનીઓનું આવાગમન સાથે વિવિધ સ્થળેથી પરપ્રાંતીયો મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે. 24 કલાક ધમધમતા રોડ પર ખૂબજ અવર-જવર રહે છે. આ રોડ પર દરરોજ બાઇક પર પેટ્રોલિંગ કરવામાં આવશે. આના કારણે ગુનેગારો ગુનો કરતા અટકી જશે. ઉપરાંત ભુજમાં જે રીતે સીસી કેમેરા લગાવ્યા છે. આવનારા સમયમાં મુંદરામાં પણ સીસી ટીવી કેમેરા લગાવવામાં આવશે, જેનો સર્વે પણ થઇ ગયો છે.
તેમણે આ પોલીસ ચોકી તાત્કાલિક કાર્યરત થઇ તેમનો યશ મુંદરાના પી.આઇ. હાર્દિક ત્રિવેદીને આપ્યો હતો. તથા મુંદરા મરીન પોલીસ સ્ટેશનના જી.બી વાણિયા, જી.પી. જાડેજા તેમને પણ આ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી અનુભવ છે.બારોઇ પોલીસ ચોકી પર આશુતોષ સીએફએસના ઉદ્યોગપતિ સુરેશભાઇ ઠક્કર, મહેન્દ્રભાઇ ઠક્કરે, કન્ટેનર આપવા બદલ સૌરભસિંઘ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. તથા સહયોગ આપવા બદલ વિપુલ કન્ટ્રકશનના વિપુલભાઇ તથા નગરપાલિકાના કિશોરસિંહ પરમાર તથા તેમની ટીમને પણ સન્માનાયા હતા.
નગરપાલિકાના પ્રમુખ કિશોરસિંહે તથા પ્રણવભાઇ જોશીએ’ ઉદ્બોધન કર્યું હતું. આથી હવે 50 ટકા ગુનાખોરી ઘટી જશે. આ ટાંકણે ભુજના પી.આઇ. એ. આર. ઝાલા, વિશ્રામભાઇ ગઢવી, ડાયાલાલ આહીર, પરીન ગાલા, ચંદ્રીકાબેન પાટીદાર, સલીમભાઇ જત, ચેતનભાઇ ચાવડા, રતનભાઇ ગઢવી, હરેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્ર મહેતા, જીવણજી જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા,’ દિલીપ ગોર, શક્તિસિંહ જાડેજા, રહીમભાઇ ખત્રી, સંજય સોની, ધર્મેન્દ્ર જેસર, અસલમ તુર્ક, શકિતસિંહ જાડેજા, ભોજરાજ ગઢવી, સંજય ઠક્કર, શૈલેષ માલી, રાહુલ જાની,’ પ્રકાશ પાટીદાર, ઇમરાન જત, ઉર્મિલાબેન ગઢવી, હિરેન સાવલા તથા પોલીસ મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.’
Leave a Reply