અદાણી યુનિવર્સિટીના યજમાનપદે વૈશ્વિક શિક્ષણ પેનલ ડીસકશન સંપન્ન

પેનલ ડીસકશનમાં શૈક્ષણિક પરિવર્તન અને વૈશ્વિક સ્થિરતા પર શિક્ષણવિદોનું ચિંતન

05,July 2022 : શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ના આંરભ અગાઉ અદાણી યુનિવર્સિટીના યજમાનપદે  તાજેતરમાં વૈશ્વિક પેનલ ડીસકશન નું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ સંબંધી નવા અભિગમો અને નવી પહેલોની આપ-લે કરવા માટેની આ વિચાર ગોષ્ઠી  શૈક્ષણિક પરિવર્તન અને વૈશ્વિક સ્થિરતા પર આધારિત હતી. આ પેનલ ડીસકશન માં વિવિધ ક્ષેત્રોના જાણીતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શિક્ષણવિદો અને ઉદ્યોગ નિષ્ણાતોને એક મંચ ઉપર હાજર રહીને શિક્ષણ માટે પરિવર્તન અને લાંબાગાળા માટેના પરિવર્તન વિષય અંતર્ગત વિચાર વિમર્શ કર્યો હતો.

અદાણી યુનિવર્સિટીના પ્રમુખ ડૉ. પ્રીતિ જી. અદાણીએ પ્રતિષ્ઠિત વક્તા પદ્મ વિભૂષણ, ડૉ. અનિલ કાકોડકર, યુનેસ્કોની અમેરીકા અને કેરેબિયનમાં ઉચ્ચ શિક્ષણની યુનેસ્કો ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટના ચીફ રિસર્ચ એન્ડ એનાલિસ્ટ ડૉ. વિક્ટોરિયા ગાલન મુરોસ, અદાણી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.અરુણ શર્મા, અદાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. ડૉ. એમ.મુરુગનંત, ખ્યાતનામ શિક્ષણવિદો, પેનલના સભ્યો, ઉદ્યોગ જગતના મહાનુભાવો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ પેનલ ડીસકશન થઇ હતી.

પદ્મ વિભૂષણ, ડૉ. અનિલ કાકોડકરે ચર્ચાની શરૂઆત કરતા જણાવ્યું હતું કે, “નવી ટેકનોલોજીનો વિકાસ નવા જ્ઞાનના સર્જન પર આધાર રાખે છે. તેથી સંશોધન અને વિકાસ જ્ઞાનના યુગનું મુખ્ય એન્જીન છે. કાર્યરત હોય એ જ્ઞાન જ જ્ઞાન પ્રદાન કરે છે. તેમણે ઉમેર્યું હતું કે “જ્યારે આપણે ટકાઉ ધ્યેય વિશે વિચારીએ છીએ ત્યારે માત્ર યુનિવર્સિટી જ શોષણને દૂર કરી અને માનવ મૂલ્યોને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અલબત્ત તે તકનીકી સશક્તિકરણ સાથે સુસંગત હોવું જોઈએ.અસમાનતા દૂર કરવાની ચાવી સમાન બધા માટે સુલભ ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરવાનો આપણે પ્રયાસ કરવો જોઈએ.’’

પેનલ ડીસકશન ના પ્રમુખપદેથી સંબોધતા અદાણી યુનિવર્સિટીના પ્રમુખ ડૉ. પ્રીતિ જી. અદાણીએ જણાવ્યું હતું કે, “ભારત વૈશ્વિક સપ્લાય ચેઇન્સના આંતરછેદ પર ઉત્પાદનનું હબ બનવા માટે વડા પ્રધાનના ‘મેક ઇન ઇન્ડિયા’ અને મેક ફોર ધ વર્લ્ડના વિઝનને વ્યાપક દ્રષ્ટીએ અનુરૂપ છે. આ ધ્યેયને હાંસલ કરવા આપણી માનવ મૂડીને શિક્ષિત કરવાની અને તેને નવા વ્યાવસાયિકોના ઘડતર સુધી વિસ્તારવાની ક્ષમતા સૌથી મહત્વની આવશ્યકતા હશે. આ પ્રોફેશનલ્સ સ્થિતિસ્થાપક, ઉદ્યોગસાહસિક અને અસ્થિર તેમજ અનિશ્ચિતતાના વાતાવરણ વચ્ચે વિશ્વમાં ખીલવા માટે તૈયાર છે. આપણે સહુ દૃઢપણે માનીએ છીએ કે રાષ્ટ્ર નિર્માણનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય માનવ મૂડીનો વિકાસ છે અને અદાણી યુનિવર્સિટીની સ્થાપના અમને તે દીશામાં કાર્ય કરવા માટે એક અનન્ય તક પૂરી પાડે છે.”

આ પેનલ ડીસકશન ના ભાગરૂપે અલગ અલગ પેનલ ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, પરિવર્તન માટે શિક્ષણ અને ટકાઉપણું માટે પરિવર્તન, વિષય પરત્વે શિક્ષણ અને ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત વક્તાઓએ તેમની આંતરસૂઝનું આદાન પ્રદાન કર્યું હતું. ઉદ્યોગ-આધારિત શિક્ષણ મોડ્યુલોમાંથી ટકાઉપણાલક્ષી શિક્ષણ મોડ્યુલો, કૌશલ્ય દ્વારા સિસ્ટમમાં પરિવર્તન, ફેકલ્ટીના રીસ્કિલિંગ અને અભિનવ શિક્ષણ પ્રણાલીમાં આ પરિવર્તન માટે જરૂરી પરિમાણો આ ચર્ચાઓના નિષ્કર્ષ સ્વરુપે તારવવામાં આવ્યા છે. માનવ મૂલ્યોમાં સૌ પહેલા તો આપણે કેવી રીતે અંદરથી ટકાઉ બનવાની જરૂર છે. તેની  પરિવર્તન યાત્રાના ભાગ રૂપે આ ગોષ્ઠીમાં પણ ચર્ચા કરવામાં આવી હતી. શા માટે ટકાઉપણાના બીજને બાળપણના વિકાસથી જ્ઞાનાત્મક સ્તરે ઉછેરવાની જરૂર છે તેના ઉપર પણ પ્રકાશ પાાડવામા આવ્યો હતો. આ ગોષ્ઠીમાં થયેલા વિચાર વિમર્શ દરમિયાન થયેલી ચર્ચાઓથી ટકાઉ વિશ્વની રચના, શિક્ષણ, ઊર્જા અને પર્યાવરણ વચ્ચેના સુમેળની ડિગ્રી પર આધાર રાખે છે તે ફલિત થયું હતું.  

પેનલિસ્ટ તરીકે સરકારી એજન્સીઓથી લઈને સંસ્થાઓ સુધીના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા – પ્રો. ડૉ. ભરત દહિયા, ડાયરેક્ટર, રિસર્ચ સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ઈનોવેશન, ગ્લોબલ સ્ટડીઝ, થમ્માસટ યુનિવર્સિટી, થાઈલેન્ડ, નીતિ આયોગના ઉચ્ચ શિક્ષણ નિયામક ડૉ. શશાંક શાહ,અને એનટીપીસી સ્કૂલ ઓફ બિઝનેસના પ્રો. ગોપી ચંદ્રન, પ્રોજેક્ટ લીડ ઇન્ડીઆના ડૉ. રૂમા ભાર્ગવ, વર્લ્ડ એજ્યુકેશન ફોરમના ફોર્થ ઇન્ડસ્ટ્રીઅલ ફોરમના પ્રો. અમિત ગર્ગ, આઇઆઇએમ-અમદાવાદના ડૉ પ્રદ્યુમ્ન વ્યાસ, વર્લ્ડ ડિઝાઇન ઓર્ગેનાઇઝેશનના બોર્ડ મેમ્બર શ્રી મહેશ રામાનુજમ,  યુ.એસગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ, વોશિગ્ટનના ઇમિજીએટ પાસ્ટ પ્રેસિડેન્ટ અને સી.ઇ.ઓ. શ્રી અતુલ બાગાઇ,યુએનઇપી કન્ટ્રી ઓફિસના હેડ અને યુનેસ્કો ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટના ચીફ રિસર્ચ એન્ડ એનાલિસ્ટ ડૉ. વિક્ટોરિયા ગાલન મુરોસ અને કેરીબિઅને  પર્યાવરણિય શિક્ષણ અને વધુ ટકાઉ ભવિષ્ય માટે  યુનિવર્સિટીઓને એક એન્જીન તરીકે ગણતરીમાં લેવા સંબંધી ચાવીરુપ સંદેશાઓ પ્રસ્તુત કર્યા હતા.

અદાણી યુનિવર્સિટી:

ભારતના સૌથી મોટા પરિવહન અને ઉપયોગિતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગ સમૂહ પૈૈકીના એક અદાણી ગૃપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી અને શ્રીમતી પ્રીતિબેન અદાણીએ યુવાનોને શિક્ષિત અને સશક્ત બનાવવાના વિઝન સાથે, વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા પરિવર્તનશીલ સંશોધનને પ્રોત્સાહિત કરવા અને તમામ સ્તરે શ્રેષ્ઠતા દ્વારા વૈશ્વિક સ્થિરતામાં યોગદાન આપવાના હેતુથી ભારતના સાહસિક રાજ્ય ગુજરાતમાં અદાણી યુનિવર્સિટીની સ્થાપના કરી છે.

પરિવર્તન માટે શિક્ષણ પર ભાર મૂકવા સાથે અદાણી યુનિવર્સિટી શિક્ષણ, તાલીમ અને સંશોધન માટે અત્યાધુનિક ભાવિ સંસ્થાના નિર્માણમાં ભૂમિકા અદા કરશે જેમાં પ્રભાવશાળી ઉદ્યોગોની સામેલગીરી અને બહુવિધ સંશોધન મારફત ઉચ્ચતમ મૂલ્યના સંચાલકીય અને તકનીકી જ્ઞાનનો પ્રસાર કરશે..

ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી, હેલ્થકેર, એનર્જી અને ડિફેન્સ એમ પાંચ મહત્વના ક્ષેત્રો યુનિવર્સિટીના કાર્યક્રમો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યારે તેનો અભિગમ વ્યાપક અને પૂરક હશે. અદાણી યુનિવર્સિટી એક સઘન સંશોધન સંસ્થા હશે જે વાસ્તવિક દુનિય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: