– નખત્રાણામાં લમ્પિ વાયરસના ચર્મ રોગનો હાહાકાર, છ દિવસમાં 30 ગાયના થયા મોત
નખત્રાણા શહેરમાં ગાયોમાં લમ્પિ વાયરસના રોગે હાહાકાર મચાવ્યો છે. છેલ્લા છ-આઠ દિવસમાં શહેરના મણિનગર, પ્રાચીનગર, નવાનગર, નવાવાસ, જુનાવાસ વિસ્તારમાં રખડતા ઢોર લમ્પી રોગમાં સપડાતા 30 જેટલા પશુઓ મૃત્યુ પામ્યા છે અને મોટા પ્રમાણમાં પશુઓ સંક્રમિત થયેલા જોવા મળી રહ્યા છે ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા સ્થિતિ કાબૂમાં હોવાના પોકળ દાવાઓ કરાઈ રહ્યા છે.
ગૌપ્રેમી શિવભાઇ રાજદેના જણાવ્યા અનુસાર અગાઉ પંચાયત દ્વારા મરેલી ગાય-વાછરડાઓને ઢસડીને નિકાલ કરાતો હતો પરંતુ પરિસ્થિતિ વણસતા જેસીબી અને ટેકટર થી ઉપાડી નિકાલ કરાઈ રહ્યો છે. તાલુકાના નેત્રા-બાંડિયારા રોડ પર પશુઓના શબ ફેંકી દેવાતા લોકોમાં નારાજગી જોવા મળી હતી. રખડતા ઢોર રોગમાં સપડાયા બાદ તેના પાલક પણ પૂછા કરતા નથી.
કેટલાક વિસ્તારોમાં તો મૃતદેહની દુર્ગંધથી રહેવાસીઓ હાલાકીમાં મુકાયા છે. નખત્રાણામાં દિવસેને દિવસે ગાય-આખલાઓમાં રોગચાળો વકરતા પરિસ્થિતિ સુવિધાજનક સ્થિતિમાં મુકાઈ રહી છે. માત્ર શહેરમાં જ 30 ઢોરોનો નિકાલ કરાયો છે ત્યારે ગ્રામ્ય અને છેવાડાના વિસ્તારોમાં આંકડો મોટો હોવાની સંભાવનાઓ ગૌપ્રેમી દ્વારા જતાવાઈ રહી છે.
Leave a Reply