મંદીની દહેશત વચ્ચે આર્થિક ગતિવિધિઓ વધતા ગુડ્સ અને સર્વિસ ટેક્સ (જીએસટી) પેટે સરકારની માસિક કમાણી સતત વધી રહી છે.
શુક્રવારે જાહેર કરાયેલા આંકાડ મુજબ જૂન મહિનામાં જીએસટી ક્લેક્શન રૂ. 1,44,616 લાખ કરોડ નોંધાયુ છે, જે વાર્ષિક તુલનાએ 56 ટકા વધારે છે, જે અત્યાર સુધીનું બીજા ક્રમનું રેકોર્ડ માસિક ક્લેક્શન છે.
ગત એપ્રિલ મહિનામાં રૂ. 1.68 લાખ કરોડનું વિક્રમી બ્રેક જીએસટી ક્લેક્શન નોંધાયુ હતુ, જે જુલાઇ 2017માં નવી કરપ્રણાલી દેશભરમાં અમલમાં આવ્યા પછીની સૌથી વધુ માસિક કર વસૂલાત છે. મે મહિનામાં પણ માસિક જીએસટી વસૂલાત રૂ. 1.41 લાખ કરોડ રહી હતી. આમ ગત માર્ચ મહિનાથી જ માસિક જીએસટી ક્લેક્શન સરેરાશ રૂ. 1.40 લાખ કરોડથી ઉપર ટકી રહ્યુ છે.
જૂન મહિનામા જે કુલ રૂ. 1,44,616 લાખ કરોડનું જીએસટી ક્લેક્શન થયુ છે, જેમાં સેન્ટ્રલ જીએસટી રૂ. 25,306 કરોડ, સ્ટેટ જીએસટી રૂ. 32,406 કરોડ, આઇજીએસટી રૂ. 75,887 કરોડ અને રૂ. 11,018 કરોડના જીએસટી કોમ્પન્સેશનનો સમાવેશ થાય છે.
Leave a Reply