– મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ
– ફ્લોર ટેસ્ટ ધ્વનિ મત દ્વારા થવાનો હતો પરંતુ વિપક્ષના હંગામાના કારણે તેમ ન થઈ શકતા વિધાનસભા અધ્યક્ષે હેડ કાઉન્ટિંગ દ્વારા મતદાન કરાવ્યું હતું
મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે વધુ એક અગ્નિપરીક્ષામાં પાર ઉતર્યા છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્યો અને ભાજપના ગઠબંધનવાળી શિંદે સરકાર ફ્લોર ટેસ્ટમાં બહુમત સાબિત કરવામાં સફળ રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દરમિયાન એકનાથ શિંદેને 164 મત મળ્યા છે જ્યારે સરકારના વિપક્ષમાં 99 મત પડ્યા છે.
NCP-કોંગ્રેસના 7 ધારાસભ્યો ન આપી શ્કયા મત
વિપક્ષના 4 ધારાસભ્યો મત નહોતા આપી શક્યા. તેમાં કોંગ્રેસના અશોક ચૌહાણ, વિજય વડેટ્ટીવાર તથા એનસીપીના અન્ના બંસોડે, સંગ્રામ જગતાપનો સમાવેશ થાય છે. તેઓ મોડા પહોંચ્યા હોવાના કારણે તેમને સદનમાં પ્રવેશ નહોતો મળ્યો.
સંતોષ બાંગડે આપ્યો શિંદેને મત
શિવસેનાના ધારાસભ્ય સંતોષ બાંગડે શિંદે સરકારના સમર્થનમાં મત આપ્યો છે. તેઓ આજે જ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને ટીમ શિંદેમાં જોડાયા છે. તે સિવાય પીડબલ્યુપીઆઈ પાર્ટીના શ્યામ સુંદર શિંદેએ પણ એકનાથ શિંદેની સરકારના પક્ષમાં મત આપ્યો છે.
ધ્વનિમતનો વિરોધ, હેડકાઉન્ટિંગ કરાયું
વિધાનસભામાં વિપક્ષે ધ્વનિમત દ્વારા બહુમત સાબિત કરવાની વાત સામે વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર બાદ વોટિંગ દ્વારા ફ્લોર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં બંને જૂથના ધારાસભ્યોને અલગ-અલગ બેસાડીને હેડકાઉન્ટ કરવામાં આવ્યા હતા.
મતદાન પહેલા થઈ મોટી ગેમ
ફ્લોર ટેસ્ટ પહેલા જ બહું મોટી ગેમ થઈ ગઈ હતી. શિવસેના, એનસીપી, કોંગ્રેસ ગઠબંધન મહાવિકાસ અઘાડીમાં સામેલ બહુજન વિકાસે છેલ્લી ઘડીએ બળવો કર્યો હતો. બહુજન વિકાસ અઘાડીના 3 ધારાસભ્યોએ એકનાથ શિંદેના પક્ષમાં મત આપ્યો હતો. તે સિવાય કોંગ્રેસના ધારાસભ્ય અશોક ચૌહાણ, વિજય વડેટ્ટીવાર તથા એનસીપીના અન્ના બંસોડે, સંગ્રામ જગતાપ સહિતના 7 ધારાસભ્યો મતદાનમાં નહોતા પહોંચ્યા.
Leave a Reply