– જિલ્લામાં કુલ એકટીવ કેસની સંખ્યા ૭૪
– ચૂંટણીને ધ્યાને રાખીને લોકોની ભીડ એકઠી થાય તેવા કાર્યક્રમો લોકોને મુશ્કેલીમાં મુકશે
કચ્છ જિલ્લાના શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામિણ વિસ્તારમાં કોરોનાએ ભરડો લીધો છે. આજે પણ જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૪ કેસોમાંથી એકલા ગ્રામિણ વિસ્તારના ૧૧ કેસો હતા.
આજે નોંધાયેલા કેસોમાં અબડાસા તાલુકામાં ૧, ભચાઉ તાલુકામાં ૧, જયારે ભુજ શહેરમાં ૨ અને ગ્રામિણમાં ૮ તેમજ ગાંધીધામ શહેરમાં ૨, માંડવી તાલુકામાં ૧ એમ આજે ૧૪ કેસો નોંધાયા હતા. એકટીવ પોઝીટીવ કેસો ૭૪ થયા છે. જયારે આજે ૧૦ દર્દીઓ સ્વસૃથ થયા હતા. આજે રવિવાર હોતા એક પણ વ્યકિતએ ડોઝ લીધો ન હતો. છેલ્લા ત્રણ વર્ષાથી કોરોના હંફાવી રહ્યો છે. ત્રીજી બાદ હવે કોરોનાની ચોથી લહેર આવી ગઈ હોય તેવા અણસાર છે. બીજીતરફ, રાજય સરકાર દ્વારા ચૂંટણીને નજરમાં રાખીને લોકોની ભીડ થાય તેવા કાર્યક્રમો યોજીને લોકોના જીવ જોખમમાં મુકાય તેવી સિૃથતીનું નિર્માણ કરે છે.
Leave a Reply