– જી.કે. જન.અદાણી હોસ્પિ.ને સેવા ક્ષેત્રે સીમાચિહ્નરૂપ બનાવો:ડો. પ્રીતિબેન અદાણી
ડોક્ટર્સ-ડે નિમિતે અદાણી મેડિકલ કોલેજના ગુરૂતુલ્ય અને વરિષ્ઠ પ્રાધ્યાપક-કમ-ડોક્ટર્સનું તેમની દીર્ઘકાલીન સેવા બદલ ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.
કોલેજના ડિન અને ડોકટર એ.એન.ઘોષ પેથોલોજીના હેડ અને પ્રોફેસર ડોક્ટર ધનેશ્વર લાંજેવર, એસો.ડિન ડો. એન.એન.ભાદરકા અને કૉમ્યુનિટી મેડિસિનના હેડ ડો. ઋજુતા કાકડેને સ્મૃતિચિહ્ન આપી તેમની મેડિકલ અને તબીબી શિક્ષણની લાંબી યાત્રાને બિરદાવવામાં આવી હતી. પ્રત્યુત્તરમાં સન્માનિત પ્રોફેસરોએ અને ડોકટરોએ આભારની લાગણી વ્યક્ત કરી તબીબોને શીખ આપતા કહ્યું કે, સખત મહેનત કરો અને સાથે-સાથે બીજા પાસેથી શીખવાનો અભિગમ રાખી માનવતાને મુદ્રાલેખ બનાવશો તો આગળ વધી શકાશે.
મેડિકલ કોલેજના લેકચર હોલમાં આયોજિત આ સન્માન કાર્યક્ર્મને વર્ચ્યુઅલ ઉદબોદ્ધન કરતાં અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડો. પ્રીતિબેન અદાણીએ તબીબોને આ દિવસે અભિનંદન આપતા કહ્યું કે, ડોકટર માટે રોજેરોજ ડોક્ટર ડે હોય જ છે. ત્યારે જી.કે. જનરલ અદાણી હોસ્પિટલને સેવાની દ્રષ્ટિએ સીમાચિહનરૂપ બનાવવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે ગેઇમ્સના ટ્રસ્ટી અને ડાયરેક્ટર વી.એસ.ગઢવી તેમજ હેલ્થકેર સર્વિસિસના હેડ ડો. પંકજ દોશીએ પણ વર્ચુઅલ ઉદબોધન કરી ગુણવત્તાસભર તબીબી સર્વિસ આપવા ભાર મૂક્યો હતો.
પ્રારંભમાં ચાવીરૂપ પ્રવચનમાં જી.કે.ના મેડિકલ ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લાઈએ જણાવ્યુ હતું કે, તબીબોની એક ચોક્કસ ભૂમિકા હોય છે. ત્યારે આજના દિવસે સૌ તબીબોએ આગળ વધી માનવીય અભિગમ અપનાવવાનો જરૂરી બન્યું છે. આ કાર્યક્રમમાં ચીફ મેડિકલ સુપ્રિ.ડો. નરેંદ્ર હિરાણી તેમજ સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ તેમજ ક્વોલિટી હેડ રેવતી મની, હેડ ઓફ ધ ડિપાર્ટમેંટ, તબીબો અને એડમીન એક્ઝિક્યુટીવ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્ર્મમાં જી.કે. જનરલ ફાર્મસી વિભાગના હેડ મંજીરી તોરસ્કરે ચરકસંહિતાના સંસ્કૃત શ્લોકને ટાંકીને તબીબો વિષે કહ્યું કે, જતા પ્રાણને પાછા વાળે એ ડોક્ટર્સ કહેવાય. એકેડમિક વિભાગના સિનિયર એક્ઝિક્યુટિવ ડો. મોનાલી જાનીએ સંચાલન કર્યું હતું. અને પ્રારંભમાં એકેડમીના અવનિ સોલંકીએ પ્રાર્થના પ્રસ્તુત કરી હતી.
Leave a Reply