મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારને પાડીને શિવસેનાને ધૂંટણીયે પાડનાર એકનાથ શિંદેને બીજેપીએ મુખ્યમંત્રી જાહેર કર્યા છે. મોટા ઉલેટફેરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના દાવેદાર ગણાતા દેવેન્દ્ર ફડણવીસે જ પત્રકાર પરિષદ યોજીને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેના નામની રજૂઆત કરી છે.
રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી સાથે મળીને સરકાર રચવાનો પ્રસ્તાવ રજૂ કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં એકનાશ શિંદેને આગામી 5 વર્ષ માટે નવી સરકારના મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત ફડણવીસે જ કરી છે.
ફડણવીસે કહ્યું કે આજે એકમાત્ર મુખ્યમંત્રીના જ શપથ યોજાશે. આજે સાંજે 7.30 વાગે નવા મુખ્યમંત્રી તરીકે રાજતિલક કરશે. નવા કેબિનેટની જાહેરાત ટૂંક સમયમાં થવાની સંભાવના છે.
Leave a Reply