– પીએમ મોદીએ કહ્યું કે, ભારત આજે જો 100 રૂપિયા કમાય છે તો તેમાં 30 રૂપિયા MSME સેક્ટરમાંથી આવે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ઉદ્યમી ભારત કાર્યક્રમમાં સામેલ થયા છે. પીએમ મોદીએ ‘રાઈઝિંગ એન્ડ એક્સેલરેટિંગ MSME પરફોર્મન્સ’ યોજના, ‘પ્રથમ વખત MSME એક્સપર્ટસની ક્ષમતા નિર્માણ’ યોજના અને ‘પ્રધાનમત્રી રોજગાર સૃજન કાર્યક્રમ’ ની નવી સુવિધાઓનો શુભઆરંભ કર્યો છે. ત્યારબાદ પીએમ મોદીએ ભારતના MSME વિસ્તારના વિકાસ અને વિકાસમા ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે MSME, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો, આકાંક્ષી જિલ્લાઓ અને બેંકોના યોગદાનની માન્યતાઓ માટે રાષ્ટ્રીય MSME પુરસ્કાર વિતરિત કર્યો હતો.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સબોંધન પણ કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, સ્થાનિક ઉત્પાદોને ગ્લોબલ બનાવવાનો સંકલ્પ લીધો છે. પ્રયત્ન એ છે કે, મેક ઈન ઈન્ડિયા માટે લોકલ સપ્લાઈ ચેન બને જે વિદેશો પર નિર્ભરતા ઘટાડી શકે. એટલા માટે MSME સેક્ટરનો વિસ્તાર કરવા પર અભૂતપૂર્વ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે, ભારતનું એક્સપોર્ટ સતત વધે, ભારતની પ્રોડક્ટ્સ નવા બજારોમાં પહોંચે એટલા માટે દેશના MSME સેક્ટરનું સશક્ત થવું ખૂબ જ જરૂરી છે. આપણી સરકાર તમારા આ સામર્થ્ય, આ સેક્ટરની અસીમ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ રહી છે અને નવી નીતીઓ બનાવી રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે, ભારત આજે જો 100 રૂપિયા કમાય છે તો તેમાં 30 રૂપિયા MSME સેક્ટરમાંથી આવે છે. MSME સેક્ટરને સશક્ત કરવાનો મતલબ છે સમાજને સશક્ત કરવું. બધાને વિકાસના લાભના ભાગીદાર બનાવવું. આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે MSME સેક્ટરને મજબૂત કરવા માટે છેલ્લા આઠ વર્ષમાં અમારી સરકારે બજેટમાં 650 ટકાથી વધુનો વધારો કર્યો છે.
Leave a Reply