– મહાત્મા મંદિરમાં યોજાનારા ડિજિટલ ઇન્ડિયા સપ્તાહનો પ્રારંભ કરાવશે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૪થી જુલાઇએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ મહાત્મા મંદિરમાં યોજનારા ડિજિટલ ઇન્ડિયા સપ્તાહનો પ્રારંભ કરાવશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત કેન્દ્ર સરકારના બે મંત્રીઓ ઉપસ્થિત રહેશે.
આ સપ્તાહની ઉજવણી ૭મી જુલાઇ સુધી ચાલવાની છે જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કેટલાક મંત્રીઓ કોન્ફરન્સ અને સેમિનારોમાં હાજર રહેશે. આઇટી સેક્ટર સાથે જોડાયેલા બિઝનેસ પર્સન અને નિષ્ણાંતો પણ આ સપ્તાહમાં જોડાશે. આ સપ્તાહ ઉજવવાનું મુખ્ય કારણ ડિજિટલ ઇન્ડિયાના પ્રોગ્રામમાં નાગરિકોને ઇન્ફોર્મ, એજ્યુકેટ અને એન્ગેજ કરવાનો છે.
૪ થી જુલાઇના રોજ વડાપ્રધાન સાંજના ૪.૩૦ કલાકે મહાત્મા મંદિરમાં ઉપસ્થિત રહેશે અને લાભાર્થીઓ તેમજ સ્ટાર્ટઅપ્સના સંચાલકો સાથે સીધો સંવાદ કરશે. ૫.૦૦ કલાકે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઇટી, સ્કીલ ડેવલપમેન્ટના રાજ્યકક્ષાના મંત્રી રાજીવ ચંદ્રશેખર અને આ વિભાગના કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવ પ્રવચન આપશે. મોદી સાંજના ૫.૨૮ કલાકે તેમનું પ્રવચન આપશે.
Leave a Reply