– હજારથી વધુની હાજરીવાળા મોલને રશિયાના મિસાઇલે લક્ષ્યાંક બનાવ્યો
– યુરોપીયન યુનિયન આગામી શિયાળા પૂર્વે ગેસનો પુરવઠો 80 ટકા સુધી ભરીને રાખવા માટે તૈયાર
પૂર્વી યુક્રેનમાં રશિયાના મિસાઇલે એક ભીડવાળા મોલને નિશાન બનાવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ મોલ પર મિસાઇલ હુમલાના લીધે મોલમાં હાજર લોકોના મોતની સૂચના મળી છે. ધ કીવ ઇન્ડિપેન્ડન્ટ મુજબ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાડીમીર ઝેલેન્સ્કીએ લખ્યું કે રશિયાએ ક્રેમેનચુકમાં શોપિંગ સેન્ટર પર હુમલો કર્યો છે. તેમા હજારથી વધુ લોકો અંદર હતા. પીડિતોની સંખ્યાની કલ્પના કરવી અશક્ય છે.
ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયાએ યુદ્ધમાં બીજી વખત આ રીતે કોઈ સિવિલ બિલ્ડિંગને નિશાન બનાવ્યું છે. આ પહેલા યુક્રેને દાવો કર્યો હતો કે રવિવારે રશિયાની એક મિસાઇલે કીવમાં એક બિલ્ડિંગને નુકસાન પહોંચાડયું હતું.
શહેરના મેયર વિટાલી ક્લિટ્સ્કો મુજબ ેઆ મિસાઈલ હુમલામાં એક બાળકી સહિત ચારને ઇજા થઈ હતી. રવિવારે મોસ્કોએ જણાવ્યું હતું કે તેના દળોએ ઉત્તર અને પસ્ચિમ યુક્રેનમાં ત્રણ હુમલા કર્યા છે અને તેમા પણ એક સ્થળ તો પોલેન્ડની સરહદની નજીક છે. આ ઉપરાંત યુરોપીયન સંઘના દેશો ૨૭ દેશોના બ્લોકમાં નેચરલ ગસનું સ્ટોરેજ આગામી શિયાળા સુધીમાં ૮૦ ટકા સુધી પહોંચાડવા સંમત થયા હતા. તેઓને ડર છે કે રશિયા તેમના ગેસના પુરવઠામાં ઘટાડો કરી શકે છે.
ઇયુ યુક્રેન સાથેના યુદ્ધના પગલે રશિયાના ઊર્જા પુરવઠાના ઉપયોગમાં ઘટાડો કરવા માંગે છે અને તેના માટે બીજા વિકલ્પો ઊભા કરવા આતુર છે. રશિયાના કોલસાની આયાત પરનો પ્રતિબંધનો પ્રારંભ ઓગસ્ટથી થશે. આગામી આઠ મહિનામાં રશિયામાંથી આયાત થતું બધુ ક્રૂડ ઓઇલ તબક્કાવાર ધોરણે બંધ કરી દેવાશે.
જો કે ઇયુના પ્રતિબંધના પગલે મોસ્કોએ કેટલાક દેશના પુરવઠામાં ઘટાડો કર્યો છે. તેમા જર્મની અન ઇટલીની સાથે પોલેન્ડ અને ફિનલેન્ડને પૂરા પડાતા પુરવઠામાં પણ ઘટાડો કર્યો છે.
ઇયુ કાઉન્સિલે ગેસ સ્ટોરેજ રેગ્યુલેશનનો સ્વીકાર કર્યો હતો. યુરોપીયન પંચે તેના માટે માર્ચમાં પ્રસ્તાવ મૂક્યો હતો. અહેવાલમાં કહેવાયું છે કે ઇયુએ તેની અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ ક્ષમતા ૨૦૨૩-૨૪ના શિયાળાના આગમન પહેલા કમસેકમમ ૯૦ ટકા ભરેલી હોવી જોઈએ. કેટલાક ઇયુ દેશોમાં સ્ટોરેજની સગવડ જ નથી. તેથી તેઓને બીજા સભ્ય દશોમાં વધુ ૧૫ ટકાનો સ્ટોરેજ કરી શકે છે.
Leave a Reply