– કેન્સર,હૃદય,કિડની અને પુરુષ વ્યંધત્વના નિષ્ણાંતો નિદાન કરશે
શ્રી ગૌતમ અદાણીના ૬૦માં જન્મ દિવસ નિમિતે જી કે જનરલ હોસ્પિટલ અને ગાંધીધામની સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલના સયુંકત ઉપક્રમે જી. કે. જનરલ અદાણી હોસ્પિટલના ઓપીડી વિભાગમાં ૨૯મી જૂન ૨૦૨૨ના રોજ હૃદય,કેન્સર,કિડની,પથરી તેમજ પ્રોસ્ટેટના રોગ માટે નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
આ કેમ્પમાં કેન્સરના રોગના નિષ્ણાંત ડૉ.ચિરાગ અગ્રવાલ મોઢું,ગળું, ફેફસાં સ્તન, આંતરડા સહિત લોહીના કેન્સર અંગે કીમો તથા રેડિયોથેરાપી અંગે તથા હૃદય રોગના નિષ્ણાંત અંકુર અગ્રવાલ નિદાન કરી માર્ગદર્શન આપશે.
જ્યાર કિડની રોગના નિષ્ણાંત ડૉ.પ્રિયેશ દામાણી ડાયાલિસિસ,સોજા,ગર્ભાશય સંબંધી કિડનીના રોગ અંગે જરૂરી માર્ગદર્શન આપશે.આં ઉપરાંત પુરુષ વ્યંધત્વના રોગોના નિષ્ણાંત ડૉ. અવેશ સૈયદ પણ મૂત્રમાર્ગમાં પથરીને કારણે દુઃખાવો,ઓપરેશન વગર પથરી નાબૂદી તથા અંડકોષમાં પાણી ભરાવું કે દુઃખાવો તેમજ પુરુષ નપુસંકતા વિગેરેનું નિદાન કરશે.
Leave a Reply