– ગત વર્ષ કરતા 10 ટકાનો ઘટાડો
– યુનિવર્સિટી હવે રેકર્ડ કોલેજને મોકલશે : આવતા સપ્તાહે કોલેજ પ્રથમ મેરીટ બહાર પાડશે
– કચ્છમાં એક્સર્ટનલ કોર્ષ બંધ થઇ ગયા હોવાથી વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો
કચ્છ યુનિવર્સિટી દ્વારા અોનલાઇન વેબસાઇટ પર જૂદી જુદી કોલેજમાં અેડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઅોને અરજી કરવા કહેવાયું હતું. જિલ્લાના 8500 છાત્રોઅે જૂદી જુદી કોલેજમાં અલગ અલગ ફેકલ્ટીમાં અેડમિશન મેળવવા માટે અેપલીકેશન કરી છે. અલબત્ત, ગત વર્ષ કરતા અરજીઅોમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે જેના પાછળ અેક્સર્ટનલ કોર્ષ બંધ થઇ ગયા હોવાનું કારણ સામે અાવ્યું છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ધોરણ 12 ના પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થી દ્વારા કોલેજમાં એડમિશન માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અને યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલી માહિતી પ્રમાણે ઓનલાઇન ફોર્મ ભર્યા હતા. વિદ્યાર્થીઅો પરીણામ જાહેર થયા બાદ અાગળના અભ્યાસક્રમ માટે કોલેજ અને યુનિવર્સિટીમાં અેડમિશન મેળવવા પ્રક્રિયા હાથ ધરે છે. કચ્છ યુનિવર્સિટીની અોનલાઇન વેબસાઇટ પર જુદી જુદી કોલેજમાં અેડમિશન મેળવવા માટે છાત્રોઅે અોનલાઇન અેપલીકેશન કરી છે.
અત્યાર સુધી વેબસાઇટ પર કુલ 8500 અરજીઅો જુદી જુદી ફેકલ્ટીમાં અેડમીશન મેળવવા માટે અાવી છે, જે તમામ અરજીઅોનો ડેટા કોલેજોને મોકલવામાં અાવશે. અામ, અાવતા સપ્તાહે કોલેજ દ્વારા પ્રથમ મેરીટ બહાર પાડવામાં અાવશે. નોંધનીય છે કે, ગત વર્ષ કરતા અા વર્ષે અોનલાઇન અરજીઅોની સંખ્યામાં 10 ટકા જેટલો ઘડાયો થયો છે. યુનિવર્સિટી દ્વારા અેક્સર્ટનલ કોર્ષ બંધ થઇ જતા અોનલાઇન અેડમીશનની અરજીઅોમાં પણ દસ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ઘણા વિદ્યાર્થીઓ ધો.12 બાદ અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના મહાનગરોમાં અભ્યાસ કરવા જતા હોઇ સ્થાનિકે સંખ્યા ઘટી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
પરિણામ ઉચું અાવતા મેરીટ પણ ઉચું અાવશે
અાંતરીક સુત્રોઅે કહ્યું હતું કે, યુનિ. દ્વારા અોનલાઇન અરજીઅો કોલેજને ફોર્વડ કરવામાં અાવશે. કોલેજ દ્વારા પરિણામ મૂજબ મેરીટની યાદી બહાર પાડશે. અાવતા સપ્તાહે કોલેજો દ્વારા જે પ્રથમ મેરીટ બહાર પાડવામાં અાવશે તે પણ ઉચું જવાની સંભાવના છે. ધોરણ 12નું પરિણામ પણ ઉચું અાવ્યું હોવાથી મેરીટ પણ ઉચું થશે.
અેમ.અેસ.સી.ના જુદા જુદા વિષયોની યાદી
અેમ.અેસ.સી.ના જુદા જુદા વિષયમાં મળી કુલ 272 અરજીઅો અાવી છે. જેમાં જીયોલોજી માટે 27, સાયન્સ માટે 43, કેમેસ્ટ્રીમાં 151, મેથ્સમાં 40 અને અાઇ.ટી.મા 11 અરજીઅો અાવી છે.
Leave a Reply