– સ્વાવલંબન, સન્માન, અને જનસેવા થકી ઉત્થાનની અભિવ્યક્તિ
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના 60મા જન્મદિન નિમિત્તે મુંદ્રા ખાતે અનેકવિધ સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃતજ્ઞતાની અભિવ્યક્તિ રજૂ કરતા આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત 24 સેવાકીય પ્રવૃત્તિઓ આયોજીત કરવામાં આવી. આ બહુઆયામી કાર્યક્રમમાં મુંદ્રા તાલુકાની આસપાસના લોકોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો. APSEZના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહ અને અદાણી ફાઉન્ડેશનના સીએસઆર હેડ પંક્તિબેન શાહના માર્ગદર્શન હેઠળ આયોજીત કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો લાભન્વિત થાય તેવી મુહિમ અપનાવવામાં આવી હતી.
24 જૂનના ગૌતમભાઈ અદાણીની ષષ્ઠીપૂર્તિ નિમિત્તે કૃતજ્ઞતાની અભિવ્યક્તિ કરવામાં આવી હતી. 24 અને 60ના ગુણાંકને ધ્યાન રાખી કુલ 24 પ્રકારની પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા હેપ્પી બર્થડે, 24 વિશેષ બુદ્ધિ પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓનું સન્માન, શિક્ષકો દ્વારા નવકાર મંત્રનો 60 વખત જાપ, માછીમાર સમુદાયના બાળકોને બાલવાડી ચોકલેટ તેમજ તેમની માતાઓને સેનેટરી પેડનું વિતરણ, 24 વરિષ્ઠ દર્દીઓને સલાહ, રક્તદાન કેમ્પ્સ, દિવ્યાંગ અને ગરીબોને 60 રાશન કીટ, 60 ખેડૂતોને NB21 ચારાનું વિતરણ, ઉત્થાન અંતર્ગત પુસ્તકો, ચોકલેટ્સ અને સ્માર્ટક્લાસના સેટઅપનું વિતરણ કરીને પ્રવેશોત્સવ, બર્થડે કાર્ડસ, 24 માતાઓના હસ્તલેખિત અભિપ્રાય, SHG દ્વારા SEZ માં 2400 ટ્રક ડ્રાઈવરોને ઘરે બનાવેલ ખોરાક પુરવઠો, 60 સ્ટિચિંગ મશીન ધરાવતા કેન્દ્રનું ઉદ્ઘાટન, વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા, 60 મહિલાઓને હેલ્થ કીટનું વિતરણ, 24 સ્વરોજગાર મહિલાઓ દ્વારા તાલીમાર્થીઓને પ્રોત્સાહન, 24 માછીમારો દ્વારા ગૌતમભાઈને જન્મદિવસની શુભેચ્છા અને કૃતજ્ઞતા દર્શાવતો હસ્તલિખિત પત્ર, માંગરાના 60 ખેડૂતો દ્વારા મુન્દ્રા ખાતે ખરીદી, મુન્દ્રાની 6000 ગાયોને રસીકરણ, 60 ખેડૂતોને કુદરતી ખેતીની તાલીમ, કુદરતી ખેતી માટે 60 ખેડૂતોનું સન્માન, દાનેશ્વર ખાતે 6000 વૃક્ષારોપણ, 108 વિધવાઓને રાશન કીટનું વિતરણ જેવી સામાજીક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
Leave a Reply