ગૌતમ અદાણીના ૬૦માં જન્મ દિન પ્રસંગે અદાણી પરિવારનો રુ.૬૦ હજાર કરોડની માતબર સખાવતનો સંકલ્પ

શતાયુ ભવઃની શુભેચ્છાઓની ભરમાર

આ સખાવત દેશની તાતી જરુરિયાત એવા આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ વિકાસના ક્ષેત્રોમાં વપરાશે

ગૌતમ અદાણીના પિતા શ્રી શાંતિલાલ અદાણીની જન્મ શતાબ્દીના વર્ષ અને ગૌતમ અદાણીના ૬૦માં જન્મ દિવસની ઉજવણીની બેવડી ખુશીમાં શતાયુ ભવઃની શુભેચ્છાઓની અવિરત ભરમાર વચ્ચે અદાણી પરિવારે દેશની તાતી જરુરિયાત એવા સામાજીક ક્ષેત્રો માટે રુ.૬૦ હજાર કરોડની માતબર સખાવતનો સંકલ્પ કર્યો હોવાની ઘોષ્ણા કરી છે. સખાવતની આ રકમનો ઉપયોગ અને સંચાલન અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે

ભારતની વિરાટ  જનસંખ્યાના કલ્યાણકારી ફાયદાઅીની શક્યતાઓનો ઉપયોગ કરવા માટે ખાસ કરીને આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રોમાં સતત વધી રહેલી આવશ્યકતાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું એ સમયનો તકાજો છે. આ દરેક ક્ષેત્રોમાં રહેલી ઉણપો ‘આત્મનિર્ભર ભારત’ના લક્ષ્યને પામવામાં અવરોધક છે. આ તમામ ક્ષેત્રોમાં સંકલિત વિકાસ માટે ઠોસ પ્રયાસો સાથે લક્ષિત સમુદાયો સાથે ફળદાયી કામ કરવાના સમૃધ્ધ અનુભવનું ભાથું અદાણી ફાઉન્ડેશન ધરાવે છે. આ પડકારોને યોગ્ય સંસાધનોથી પહોંચી વળવાથી આપણા ભાવિ કાર્યબળની ક્ષમતા અને સ્પર્ધાત્મકતાના પાસાઓમાં નોંધપાત્ર વધારો કરી શકાય છે.

અદાણી ગૃપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે “મારી પ્રેરણાના મજબૂત સ્ત્રોત એવા મારા પિતાજીની ૧૦૦મી જન્મ જયંતિ હોવા ઉપરાંત આ વર્ષ મારા ૬૦મા જન્મદિવસનું પણ વર્ષ  હોવાથી પરિવારે ખાસ કરીને આપણા રાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સંબંધી સખાવતી પ્રવૃત્તિઓ માટે રૂ.૬૦ હજાર કરોડનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે. આ ત્રણેય ક્ષેત્રોને લગતા કાર્યક્રમોને અત્યંત મૂળભૂત સ્તરે  સર્વગ્રાહી રીતે જોવા જોઈએ અને તેઓ ભેગા મળીને સમાન અને ભાવિ-સજ્જ ભારતનું નિર્માણ કરવા માટે ચાલકોની રચના કરે છે. મહાકાય યોજનાઓ તેના પ્લાનિંગ અને કાર્યરત કરવાના અમારા અનુભવ અને અદાણી ફાઉન્ડેશને સમાજ કલ્યાણના કરેલા કામમાંથી શીખ લેવાથી આ કાર્યક્રમોને અનન્ય રીતે વેગ આપવામાં અમોને મદદ મળશે.” અદાણી પરિવારનું આ યોગદાન એવા કેટલાક તેજસ્વી બુધ્ધિશાળીઓને આકર્ષવાનો ઇરાદો ધરાવે છે કે જેઓ અમારી ‘ગ્રોથ વિથ ગુડનેસ’ની ફિલસૂફીને પરિપૂર્ણ કરવા માટે અદાણી ફાઉન્ડેશનની યાત્રામાં પરિવર્તન લાવવાનો જુસ્સો ધરાવે છે.”

આ પ્રસંગે અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના ચેરમેન અને વિપ્રો લિમિટેડના સ્થાપક અધ્યક્ષ તેમજ વર્તમાન સમયના મહાન પરોપકારી શ્રી અઝીમ પ્રેમજીએ જણાવ્યું હતું કે, “ગૌતમ અદાણી અને તેમના પરિવારની પરોપકાર પ્રત્યેની પ્રતિબદ્ધતાએ એક ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું  છે કે  આપણે બધા મહાત્મા ગાંધીના સંપત્તિના ટ્રસ્ટી શીપના સિદ્ધાંતને વ્યવસાયિક સફળતાની ટોચ પર રહીને જીવવાનો પ્રયાસ કરી શકીએ છીએ અને તે માટે  આપણે આપણા સૂર્યાસ્તના વર્ષોની રાહ જોવાની જરૂર નથી.  “તેમણે વધુમાં ઉમેર્યું કે “આપણા દેશના પડકારો અને શક્યતાઓની માંગ છે કે આપણે સંપત્તિ, પ્રદેશ, ધર્મ, જાતિ અને વિશેષ એવા તમામ વિભાજનને અવગણીને આપણે ભેગા મળીને એક તરીકે કામ કરીએ. હું આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રયાસમાં ગૌતમ અદાણી અને તેમના ફાઉન્ડેશનને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.”

વર્ષોથી અદાણી ફાઉન્ડેશને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) સાથે તાલ મિલાવીને સમાજની બદલાતી જરૂરિયાતો પછી તે ટકાઉ આજીવિકા,આરોગ્ય અને પોષણ કે સર્વે માટે શિક્ષણ હોય અથવા તો પર્યાવરણીયની ચિંતા કરતા હોય તે ઉપરાંત મહિલાઓના સશક્તિકરણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને પાયાના સ્તરે બહુવિધ હિસ્સેદારો સાથે કામ કરવાાના અભિગમને પ્રતિસાદ આપ્યો છે આજે ફાઉન્ડેશન ભારતના ૧૬ રાજ્યોના ૨૪૦૯ ગામોમાં ૩૭ લાખથી વધુ લોકોને આવરી લઇને કામ કરી રહ્યું છે.

અદાણી વિષેઃ

ભારતમાં અમદાવાદ ખાતે મુખ્ય મથક ધરાવતું, અદાણી ગ્રૂપ એ લોજિસ્ટિક્સ (બંદરો, એરપોર્ટ, લોજિસ્ટિક્સ, શિપિંગ અને રેલ),સંસાધનો, વીજ ઉત્પાદન અને વિતરણ, રિન્યુએબલ એનર્જી, ગેસ અને આંતરમાળખાકીય સુવિધાઓના નિર્માણ વગેરે ક્ષેત્રોમાં રસરુચિ સાથે વૈવિધ્યસભર વ્યવસાયોમાં સૌથી મોટો અને  ઝડપથી આગેકૂચ કરતો પોર્ટફોલિયો ધરાવે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર,કૃષિ ક્ષેત્રના આંતર માળખા (કોમોડિટી, ખાદ્ય તેલ, ખાદ્ય ઉત્પાદનો,કોલ્ડ સ્ટોરેજ અને અનાજના આધુનિક ગોદામ), રિયલ એસ્ટેટ, જાહેર પરિવહન આંતર માળખું, ગ્રાહક ધિરાણ અને સંરક્ષણ તથા અન્ય ક્ષેત્રો સાથે સંકળાયેલું છે. અદાણી ઉદ્યોગ સમૂહ તેની સફળતા અને નેતૃત્વની સ્થિતિને રાષ્ટ્ર નિર્માણઅને ગ્રોથ વિથ ગુડનેસટકાઉ વૃદ્ધિ માટેના માર્ગદર્શક સિદ્ધાંતની મૂળ ફિલસૂફીને આભારી ગણાવે છે. અદાણી સમૂહ ટકાઉપણું, વિવિધતા અને વહેંચાયેલ મૂલ્યોના સિદ્ધાંતો આધારિત પોતાના કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબીલીટીના કાર્યક્રમોની તાકાતથી પર્યાવરણનું રક્ષણ કરવા અને સમુદાયોની સ્થિતિની સુધારણા માટે સંકલ્પબધ્ધ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: