નોટો છાપવાનો ખર્ચ 23% વધ્યો,RBIએ ગત વર્ષે ₹ 5000 કરોડ ખર્ચ્યા

મોંઘવારી વધતા માત્ર સામાન્ય માણસ જ નહીં પણ રિઝર્વ બેન્કે પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. પેપર, ઇંક વગેરેના ભાવ વધતા રિઝર્વ બેન્ક માટે કાગળની ચલણી નોટો છાપવાનો ખર્ચ 23 ટકા જેટલો વધી ગયો છે.

રિઝર્વ બેન્કે નાણાંકીય વર્ષ 2021-22માં ચલણી નોટો છાપવા માટે રૂ. 4984.8 કરોડનો ખર્ચ કર્યો છે, જે અગાઉના વર્ષના રૂ. 4012.09 કરોડની તુલનાએ 24 ટકા વધારે અને નોટબંધી બાદ છાપ બીજો સૌથી વધારે છાપકામ ખર્ચ છે, જો કે ચલણી નોટોની સપ્લાય ઘટી છે. નોટબંધીના નાણાંકીય વર્ષ 2016-17 દરમિયાન રિઝર્વ બેન્કે વિવિધ ચલણી નોટો છાપવા માટે રૂ. 8000 કરોડ જેટલો વિક્રમી ખર્ચ કર્યો હતો.

રિઝર્વ બેન્કે ગત વર્ષે 1335 કરોડ નંગ ચલણી નોટો છાપી છે.

એક આરટીઆઇમાં રિઝર્વ બેન્કે આપેલી માહિતી અનુસાર 200 રૂપિયાના મૂલ્યની ચલણી નોટો છાપવાનો ખર્ચ સૌથી વધુ વધ્યો છે. નાણાંકીય વર્ષ 2021-22માં રૂ.10ના મૂલ્યની હજાર નંગ ચલણી નોટો છાપવાનો ખર્ચ રૂ. 960 હતો. તો રૂ.20ની હજાર નોટો છાપવાનો ખર્ચ વધીને રૂ. 950 થયો છે જે તેની અગાઉના વર્ષે રૂ. 940 હતો. તેવી જ રીતે રૂ.50 અને રૂ. 100ની મૂલ્યની ચલણી નોટો છાપવાનો ખર્ચ અનુક્રમે રૂ. 1130 અને રૂ. 1770 છે. તો રૂ. 200ના મૂલ્યની હજાર નંગ ચલણી નોટો છાપવાનો ખર્ચ અગાઉના વર્ષના રૂ. 2220થી વધીને રૂ. 2370 થયો છે, જે રૂ.500ની ચલણી નોટના છાપકામના ખર્ચ પણ વધારે છે. રૂ.500ના મૂલ્યની હજાર નંગ ચલણી નોટ છાપવા પાછળ રિઝર્વ બેન્કને રૂ. 2290નો ખર્ચ થાય છે. રિઝર્વ બેન્કે નાણાંકીય વર્ષ 2020થી જ રૂ. 2000ના મૂલ્યની ચલણી નોટો છાપવાનું બંધ કરી દીધુ છે.   

ટકાવારીની રીતે જોઇએ તો રૂ.50ના મૂલ્યની ચલણી નોટો છાપવાનો ખર્ચ વાર્ષિક તુલનાએ 23 ટકા વધ્યો છે જ્યારે રૂ.20ની નોટનો છાપકામ ખર્ચ એક ટકા ઘટ્યો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: