– લાખો લોકોએ આસન કર્યા – સફેદ રણનો નયનરમ્ય નજારો
– ધોળાવીરા, ધોરડો, માંડવી બીચ, કંડલા અને મુન્દ્રા પોર્ટ સહિતના સ્થળે લોકોએ યોગા કર્યા
કચ્છના 7 આઇકોનીક સ્થળ સહિત 3900 સ્થળે યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં લાખો લોકો જોડાયા હતા. જિલ્લાના ધોળાવીરા, ધોરડો (સફેદ રણ), માંડવી બીચ, વિજય વિલાસ પેલેસ, ભુજના પ્રાગ મહેલ, કંડલા અને મુન્દ્રા પોર્ટ સહિતના સ્થળે યોગ દિવસની ઉજવણી કરાઇ હતી.
નાના ગામડાથી લઇને મોટા શહેરોમાં ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોગને વિશ્વ ફલક પર લાવવા અને માનવજાતને આરોગ્ય સુખાકારી માટે માટે સયુંકત રાષ્ટ્ર સંઘની બેઠકમાં 21 જૂને વિશ્વ યોગ્ય દિવસ તરીકે માન્યતા મળ્યા બાદ આજે યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વની સાથે કચ્છના નાના ગામડાથી જિલ્લા મથક સુધી યોગાસન કરીને લોકો દ્વારા કરવામાં આવી હતી.
કુલ 3900 સ્થળે ઉજવણી
દેશના 75 આઇકોનીક સ્થળ સાથે જિલ્લાના 7 આઇકોનીક સ્થળે યોગ દિવસ ઉજવવમાં આવ્યો હતો. તેમાં ધોરડો સ્થિત સફેદ રણ, ધોળાવીરા, ભુજના પ્રગમહેલ, માંડવીના રમણીય દરિયા કિનારે, વિજય વિલાસ પેલેસ, કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ અને મુન્દ્રાના અદાણી પોર્ટ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કુલ 3900 સ્થળે આયોજિત યોગ સાધનામાં યોગ ગુરુ સાથે લાખો લોકોએ ભાગ લીધો હતો. વર્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા ખાતે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સવારે સાડા છ વાગ્યે લોકોએ યોગાસન કર્યા
ભુજના દુર્ગમ સફેદ રણ ધોરડો ખાતે વહેલી સવારે 6.30ના સમયે 3 હજાર લોકોએ યોગાસન દ્વારા યોગ દિવસની ઉજવણી થઈ હતી. ભુજના ઐતિહાસિક પ્રાગ મહેલ ખાતે આયોજિત યોગ દિવસની ઉજવણીમાં શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કર સાથે પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી સાથે પદાધિકારીઓ ઉજવણીમાં જોડાયા હતા.
Leave a Reply