૨૧મી જૂન ‘વિશ્વ યોગ દિવસ’ : દવા સાથે યૌગિક પ્રક્રિયા દર્શાવતા મોર્ડન પ્રિસ્ક્રિપ્શનનો યુગ આવી રહ્યો છે

– અદાણી મેડિકલ કોલેજના ફાઇનલ એમ.બી.બી.એસના છાત્ર અને વૈશ્વિક યોગ ટીચર એવા આયુષ મંત્રાલયના ઇવેલ્યુટરનો નિર્દેશ

સામાન્ય રીતે યોગ અને યોગાને બધા એક જ ગણે છે. પરંતુ, બંનેમાં તફાવત છે. યોગા પશ્ચિમી દેશોનો શબ્દ છે. જેને શારીરિક કસરત સાથે સબંધ છે. જ્યારે યોગામાં મહર્ષિ પતંજલિએ આપેલો અષ્ટાંગ યોગ છે. જેમાં યમ,નિયમ,આસન,પ્રાણાયામ,પ્રાયાહાર, ધારણ,ધ્યાન અને સમાધિ છે. આમ, આ બંને વચ્ચે ભેદ કરવો જરૂરી છે.

અદાણી મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ. ફાઈનલમાં ભણતા અને આયુષ મંત્રાલય વાય.સી.બી.(યોગા સર્ટિફિકેશન બોર્ડ) અંતર્ગત યોગ ટીચર અને ઇવેલ્યુટરની પદવી પ્રાપ્ત કરી વિશ્વની કોઈપણ યુનિવર્સિટીમાં યોગ-યોગા શીખવાડી શકે એવી ક્ષમતા ધરાવતા કચ્છના કુંદ મહેતાએ ૨૧મીજુન ‘વિશ્વ યોગ દિવસ’નિમિત્તે કહ્યું કે, યોગ આપણો શબ્દ છે પરંતુ, આસન અને પ્રાણાયામ ભેગા કરી પશ્ચિમી દેશોએ યોગાને જન્મ આપ્યો છે.

કોલેજના એનાટોમી ગ્રાઉંડમાં છેલ્લા એક અઠવાડિયાથી રોજ સવારે યોગ કરાવતા કુંદ મહેતાએ વધુમાં કહ્યું કે, યોગા કરાવવાવાળા તો ઘણા છે પરંતુ, ડોકટર થઈને તેમજ મેડિકલમાં ભણતા હોય એવા યોગ શિક્ષક ખુબ જ ઓછા છે. તેમણે વધુમાં કહ્યું કે, જેમ દવાની અસર- આડઅસર હોય એમ,યોગનું પણ છે, તેથી જો મેડિકલ સાયન્સના જ્ઞાન વગર યૌગિક પ્રક્રિયા કરાવવામાં આવે તો નુકસાન પણ થઈ શકે છે. જેમ કે, બી.પી.ના દર્દી માટે કપાલભાંતિ ફાયદામાં નથી. પરંતુ, અનુલોમ-વિલોમ ઉપયોગી છે. તેમણે તબીબી કારણો આપી આવા અનેક રોગ વિષે દ્રષ્ટાંત આપ્યા હતા.

હવે સમય આવી ગયો છે કે, યોગ અને મેડિકલનો સમન્વય કરવો પડશે. કારણ કે, એલોપોથીમાં રોગની સારવાર છે. પણ રોગ ન થાય એવું આગોતરું ભણતર નથી. મેડિકલમાં હેલ્થને મહત્વ છે. જ્યારે રોગમાં સ્વાસ્થ્યને પ્રાધાન્ય છે. સ્વાસ્થ્ય એટલે સ્વયંમાં સ્થિર થવું જે યોગ જ આપી શકે. બીજું કે જેમ દવામાં કયારે કેટલું પ્રમાણ લેવું જરૂરી છે તેમ યોગમાં પણ માત્રા હોય છે. જરૂરી હોય એટલા જ પ્રમાણમાં યોગ કરાવી રોગમાથી મુક્તિ મેળવી શકાય.

ભારત સહિત પશ્ચિમી દેશોમાં યોગનો વ્યાપ એટલો વધી ગયો છે કે, હવે ‘મોર્ડન પ્રિસ્ક્રિપશન’ લખવું જરૂરી છે. રોગને ત્વરિત મટાડવા દવા સાથે કયો યોગ કરવો જેનો ઉલ્લેખ આવશ્યક છે. જેને તબીબી જ્ઞાન સાથે યોગનું જ્ઞાન હોય તે જ આ કામ કરી શકે.  કુંદ મહેતા આ દિશામાં મેડિકલના અભ્યાસ પછી આગળ વધવા માંગે છે. અદાણી મેડિકલ કોલેજના ડિન ડો. એ.એન.ઘોષે કહ્યું કે, મેડિકલનો વિધાર્થી કુંદ મહેતા કચ્છ અને મેડિકલ કોલેજનું ગૌરવ છે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ.બી.બી.એસ.વર્ષમાં સતત ડિસ્ટીન્કશન મેળવી પ્રથમ આવે છે. તે છાત્રોનો રોલ મોડેલ પણ છે. તેમણે કચ્છ યુનિવર્સિટીમાં યોગનો અભ્યાસ કરી સર્ટિ. મેળવ્યું છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: