– શનિવારે રાત્રે જોવા મળેલા ૫૩ ઉપગ્રહો અમેરિકન કંપની દ્વારા એક સાથે છોડાયા હતા
શનિવારના સાંજે પોણા નવ વાગ્યાના સુમારે વાયવ્યાથી અગ્નિ ખુણા તરફ જતી પ્રકાશિત ઉપગ્રહોની હાર કચ્છ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોના આકાશમાં દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયુ ફેલાયુ હતુ અને મોબાઈલ કેમેરાથી ફોટો અને વિડીયો લેવાના શરૃ થઈ ગયા હતા. ઉપગ્રહોની હાર લાંબી હોઈ લોકો એકબીજાને મોબાઈલ ફોન કરવા લાગ્યા હતા.
આ બાબતે સ્ટાર ગેઝિંગ ઈન્ડિયાના નરેન્દ્ર ગોરે જણાવ્યુ હતુ કે, ખુબ જ ચર્ચિત એલ.એન.મસ્કની કંપની સ્પેસ એકસ દ્વારા તા. ૧૭ જુનના ભારતીય સમય મુજબ ૨૧.૩૯ કલાકે ૫૩ ઉપગ્રહો એક સાથે છોડવામાં આવ્યા હતા. જેની હારમાળા દેખાઈ હોવાની સંભાવના છે. આ ઉપગ્રહો ફાલ્કન- ૯ રોકેટની મદદાથી અમેરિકાના ફલોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેાથી પ્રક્ષેપણ કરવામાં આવ્યુ હતુ.
ઉપગ્રહો મારફતે ઈન્ટરનેટ સેવા ઉપલબૃધ કરાવવા માટેની મહત્વકાંક્ષી યોજના અન્વયે અત્યાર સુાધી ૨૭૦૯ ઉપગ્રહો અવકાશમાં તરતા મુકી દેવાયા છે તાથા આવા હજારો ઉપગ્રહોનું ઝાળુ બનાવવાની યોજના છે. આ બાબતે વધુ માહિતી આપતા ગોરે જણાવ્યુ હતુ કે, આગામી સમયમાં પણ આવા જ બીજા ઉપગ્રહો ચડાવવા માટેનું કાઉન્ટડાઉન ચાલુ છે ત્યારે આગામી એકાદ બે દિવસમાં બીજી ટ્રેનો જોવા મળવાની સંભાવના નકારી શકાય નહિં.
Leave a Reply