– ૧૦૯ દિવસ બાદ સૌથી વધુ ૨૨૮ નવા કેસ
– ગુજરાતમાં કોરોનાની બેવડી સદી
– અમદાવાદમાં સૌથી વધુ ૬૦૩ સહિત કુલ ૧૧૦૨ એક્ટિવ કેસ : એક સપ્તાહમાં દૈનિક કેસની ગતિમાં ૯૫%નો વધારો
ગુજરાતમાં કોરોનાની ગતિમાં ફરી એકવાર ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૨૮ નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં દૈનિક કેસનો આંક ૨૦૦ને પાર થયો હોય તેવું ૨૭ ફેબુ્રઆરી એટલે કે ૧૦૯ દિવસ બાદ થયું છે. બીજી તરફ ચાર માર્ચ એટલે કે ૧૦૪ દિવસ બાદ એક્ટિવ કેસનો આંક ૧૧૦૦ને પાર થયો છે.૯ જૂનના ૫૧૭ એક્ટિવ કેસ હતા. આમ, એક સપ્તાહમાં એક્ટિવ કેસમાં ૧૧૫ ટકા જેટલો વધારો નોંધાયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ ૧૧૪-ગ્રામ્યમાંથી ૨ સાથે ૧૧૬ નવા કેસ સામે આવ્યા હતા.જૂનના ૧૬ દિવસમાં જ અમદાવાદમાંથી કુલ ૯૪૨ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. રાજ્યમાંથી અન્યત્ર વડોદરા શહેરમાં ૨૬-ગ્રામ્યમાં ૪ સાથે ૩૦,સુરત શહેરમાં ૨૦-ગ્રામ્યમાં ૬ સાથે ૨૬, રાજકોટ શહેરમાંથી ૧૨, જામનગર શહેરમાંથી ૭-ગ્રામ્યમાંથી ૧ સાથે ૮, ગાંધીનગર શહેરમાં ૪-ગ્રામ્યમાં ૪ સાથે ૮, નવસારીમાં ૫, ભરૃચમાં ૪, આણંદ-મહેસાણા-વલસાડમાં ૩, અમરેલી-કચ્છ-મોરબીમાં ૨ જ્યારે ભાવનગર ગ્રામ્ય-પંચમહાલ-પાટણ-પોરબંદરમાં ૧-૧ નવા કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા ૧૬ દિવસમાં જ કુલ ૧૭૩૮ વ્યક્તિ રાજ્યમાંથી કોરોના સંક્રમિત થઇ ચૂકી છે.
ગુજરાતમાં ૯ જૂનના ૧૧૭ એક્ટિવ કેસ હતા. આમ, એક સપ્તાહમાં દૈનિક કેસની ગતિમાં ૯૫ ટકાનો વધારો થયો છે. રાજ્યમાં હાલ ૧૧૦૨ એક્ટિવ કેસ છે જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને ૩ થઇ ગઇ છે. અમદાવાદમાં સૌથી વધુ ૬૦૩, વડોદરામાં ૧૫૩, સુરતમાં ૧૦૨ સાથે સૌથી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. જોકે, રાહતની વાત એ છે કે કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાનું પ્રમાણ હજુ ઓછું છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાનો એકપણ દર્દી હાલમાં સારવાર હેઠળ નથી.
છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૭ દર્દી કોરોનાની સાજા થયા છે. અત્યારસુધી કુલ ૧૨,૧૪,૮૯૨ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ઘટીને ૯૯.૦૨ ટકા છે. શુક્રવારે કુલ ૮૫૭૩૮ દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી હતી. આ સાથે જ કુલ વેક્સિનેશન ડોઝ હવે ૧૧.૦૭ કરોડ છે. આ પૈકી ૩૭.૧૦ લાખ દ્વારા પ્રીકોશન ડોઝ લેવામાં આવ્યો છે.
ગુજરાતના કયા જિલ્લામાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ?
જિલ્લો નવા કેસ એક્ટિવ કેસ
અમદાવાદ ૧૧૬ ૬૦૩
વડોદરા ૩૦ ૧૫૩
સુરત ૨૬ ૧૦૨
ગાંધીનગર ૦૮ ૫૯
રાજકોટ ૧૨ ૪૬
Leave a Reply