-૧૦૫ દિવસ બાદ ૧૬૦થી વધુ દૈનિક કેસ
-છેલ્લા ૮ દિવસમાં એક્ટિવ કેસ ૧૫૦ ટકાથી વધુ વધીને હવે ૯૨૦ : અમદાવાદમાં સૌથી વધુ ૫૦૯ દર્દી
ગુજરાતમાં બે દિવસના ઘટાડા બાદ ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૫ નવા કેસ સામે આવ્યા હતા. આમ, સોમવારની સરખામણીએ કોરોનાના દૈનિક કેસમાં ૪૮ ટકા જેટલો વધારો નોંધાયો હતો. ૧ માર્ચ એટલે કે ૧૦૫ દિવસ બાદ રાજ્યમાં નોંધાયેલા આ કોરોનાના સૌથી વધુ કેસ છે. એક્ટિવ કેસનો આંક ૬ માર્ચ બાદ પ્રથમવાર ૯૦૦ને પાર થયો છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી ૯૦-ગ્રામ્યમાંથી ૨ સાથે સૌથી વધુ ૯૨ નવા કેસ સામે આવ્યા હતા. આમ, છેલ્લા ૧૪ દિવસમાં અમદાવાદમાંથી જ ૭૩૨ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. આ ઉપરાંત રાજ્યમાં જે નવા કેસ નોંધાયા છે તેમાંના ૫૬ ટકા માત્ર અમદાવાદમાંથી છે. રાજ્યમાંથી અન્યત્ર વડોદરા શહેરમાં ૧૯-ગ્રામ્યમાં ૩ સાથે ૨૨, સુરત શહેરમાં ૧૨, ગાંધીનગર શહેરમાં ૧૦, ભાવનગર શહેરમાં ૬, જામનગર શહેરમાં ૪-ગ્રામ્યમાં ૧ સાથે ૫, મહેસાણા-નવસારી-વલસાડમાં ૩, અમરેલી-આણંદ-ભરૃચ-કચ્છમાં ૨ જ્યારે બનાસકાંઠામાંથી ૧ નવો કેસ સામે આવ્યો હતો. ગુજરાતમાં જૂનના ૧૪ દિવસમાં જ કુલ ૧૩૨૬ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે.
રાજ્યમાં હાલ ૯૨૦ એક્ટિવ કેસ છે અને ૧ દર્દી વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં સૌથી વધુ ૫૦૯ દર્દીઓ કોરોનાનાની સારવાર હેઠળ છે. ફેબુ્રઆરી બાદ પ્રથમવાર અમદાવાદમાં એક્ટિવ કેસનો આંક ૫૦૦ને પાર થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસમાંથી ૫૫ ટકા માત્ર અમદાવાદમાંથી છે. વડોદરામાં ૧૫૨, સુરતમાં ૭૬ દર્દી કોરોનાની સારવાર હેઠળ છે. અમરેલી, મહીસાગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, મહીસાગર, નર્મદા, પંચમહાલ, પોરબંદર એવા જિલ્લા છે જ્યાં કોરોનાનો હાલમાં એકપણ એક્ટિવ કેસ નથી.
છેલ્લા ૨૪ કલાકમાં ૭૭ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૧૨,૧૪,૬૬૩ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ઘટીને હવે ૯૯.૦૩ ટકા છે. મંગળવારે વધુ ૪૩૫૩૯ દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી હતી. આ સાથે જ કુલ વેક્સિનેશન ડોઝ હવે ૧૧.૦૫ કરોડ છે. આ પૈકી ૩૬.૪૬ લાખ દ્વારા પ્રીકોશન ડોઝ લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં છેલ્લા એક આઠ દિવસમાં કોરોનાના કેસ
તારીખ કેસ એક્ટિવ
૭ ૭૨ ૩૬૩
૮ ૧૧૧ ૪૪૫
૯ ૧૧૭ ૫૧૭
૧૦ ૧૪૩ ૬૦૮
૧૧ ૧૫૪ ૭૦૪
૧૨ ૧૪૦ ૭૭૮
૧૩ ૧૧૧ ૮૩૨
૧૪ ૧૬૫ ૯૨૦
Leave a Reply