– ઈલેક્ટ્રિક ગાડીઓ સસ્તી થવાની સંભાવના
ઈલેક્ટ્રિક વાહનોના વેચાણને બૂસ્ટ આપવા માટે સરકારી ફરી એક વખત ટેક્સમાં ઘટાડો કરવા જઈ રહી છે. ભારત સરકાર ગ્રીન મોબિલિટી યોજનાઓને પ્રોત્સાહન આપવા લિથિયમ-આયન બેટરી પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઘટાડી શકે છે તેને ઇલેક્ટ્રિક વાહનો પર લાગતા ટેક્સના સમકક્ષ લાવી શકે છે.
મીડિયા અહેવાલ મુજબ આ યોજનાને આગળ વધારવા માટે કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રિકલ વાહનો માટે ગ્લોબલ હબ બનાવવાના લક્ષ્યાંક માટે કાર્યરત વિવિધ પક્ષકારો વચ્ચે ચર્ચા શરૂ થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈલેક્ટ્રિક વ્હિકલ પર ભારતમાં હાલ 5% ટેક્સ લાગે છે, જ્યારે લિથિયમ-આયન બેટરી પર 18% ટેક્સ લાગે છે. કાન્સિલ લિથિયમ-આયન બેટરી પર ટેક્સ ઘટાડવાની ચર્ચા કરી રહ્યું છે જ્યારે બેટરી સ્વેપિંગ પોલિસી પર પણ ભાર આપવામાં આવી રહ્યો છે.
આ અગાઉ 2018માં લિથિયમ આયન બેટરી પર GST ઘટાડવામાં આવ્યો હતો. જીએસટી કાઉન્સિલે છેલ્લે 2018માં લિથિયમ-આયન બેટરી પર ટેક્સ 28 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો હતો. હવે, ઈલેક્ટ્રિક વાહનોના વધતા એક્સપોઝરને અને સેગમેન્ટમાં પ્રવેશવા માટે ઓટોમેકર્સ વચ્ચેની સ્પર્ધાને જોતાં, બેટરી અને ઈવી વચ્ચે કિંમતની સમાનતાની માંગ છે, કારણ કે ઈવી પર માત્ર 5 ટકાનો ખૂબ જ ઓછો ટેક્સ લાગે છે.
મંગળવારે નીતિ આયોગ, રિન્યૂએબલ એનર્જી વિભાગ, ભારે ઉદ્યોગો અને અન્ય સરકારી વિભાગોની બેટરી સ્વેપિંગ નીતિ પર પ્રથમ બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ ડ્રાફ્ટ પોલિસી અંગે સૂચનો અને ભલામણો મેળવવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે ટેક્સમાં ઘટાડા ઉપરાંત ઇન્ટરઓપરેબિલિટી સુનિશ્ચિત કરવા માટે બેટરીના રજિસ્ટ્રેશનનો મુદ્દો પણ બેઠકના એજન્ડામાં હતો.
Leave a Reply