– અદાણી જી.કે. જન. હોસ્પિ.માં ગાયનેક, નેફ્રોલોજી, મેડિસિન અને એનેસ્થેટિક વિભાગના તબીબોની સફળતા
– ફેફસામાં પાણી ભરાવું,કિડની ફેઇલિયોર, એબ્રપ્સન અને શરીરના કોઈપણ ભાગમાથી બ્લીડિંગ થવા જેવી પરિસ્થિતી સર્જાઈ હતી
અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં ગર્ભમાં જ મૃત્યુ પામેલા બાળકને કારણે અત્યંત નાજુક હાલતમાં મુકાયેલી માતાને હોસ્પિટલના ગાયનેક, નેફ્રોલોજી, મેડિસિન અને એનેસ્થેટિક વિભાગે ડાયાલીસીસ અને વેન્ટીલેટરની અંતિમ તબક્કાની સારવારની પ્રક્રિયાને અંતે એક પખવાડિયાની જહેમત બાદ મૃત્યુના દ્વારેથી પરત બોલાવવામાં તબીબોએ સફળતા મેળવી હતી. જી.કે.ના ગાયનેક વિભાગે જટિલ બનેલા કેસને પરિણામલક્ષી અંજામ આપ્યો હતો.
આ કેસ ઉપર સીધી નજર રાખતા હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાંત અને આસી.પ્રો.ડો. સુરભિ આર્યાએ કહ્યું કે, માંડવીના પ્રફુલ્લાબેન ડોરુ(ઉ.વ.૨૨) હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે તેમના ગર્ભમાં રહેલું ૩૨ અઠવાડિયાનું બાળક મૃત્યુ પામ્યું હતું. પરિણામે ગર્ભમાં સિવિયર એબ્રપ્સન (મેલીનો ભાગ છૂટો પડી જવો અને લોહી જામી જવું) થવાની પરિસ્થિતિ સર્જાઈ હતી, કિડની ફેઇલ થઇ જતાં પેશાબ નહોતો આવતો. શરીરના ગમે તે ભાગમાથી લોહી વહી જતું હતું. ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું. જો કે, પહેલું બાળક પણ સિઝેરિયનથી જ લેવાયું હતું.
આવી પરિસ્થિતિમાં તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી. સિઝેરીયન કરી મૃત બાળકને બહાર લીધું. પરિસ્થિતી એટલી નાજુક હતી કે, ઓપરેશન પછી પણ કિડનીનો પ્રશ્ન ઊભો જ હતો. તેથી દર્દીને વેન્ટીલેટર અને ડાયાલીસીસ ઉપર મુક્વામાં આવ્યું. હાલત ત્યાં સુધી ખરાબ હતી કે, વેન્ટીલેટર ઉપર પણ શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેથી બેગ ઓફ માસ્કનો ઉપયોગ કર્યો. એક અઠવાડિયામાં ૪-૫ વખત ડાયાલીસીસ કરાવવું પડયું. લોહી અને જુદા જુદા લોહી પ્રોડક્ટના ૩૦ બાટલા ચડાવવા પડયા. આમ, પંદર દિવસ પછીની સારવાર બાદ પરિસ્થિતીમાં સુધારો થયો.
હવે દર્દીને યુરિન પણ આવે છે. અને શ્વાસ પણ લેવાય છે. આમ, ભાગ્યે જ જોવા મળતા આવા કેસની ગાયનેક વિભાગના હેડ અને એસો.પ્રો.ડો. અશરફ મેમણના માર્ગદર્શન હેઠળ ડો. આર્યા,રેસિ.ડો. મિલ્કી પટેલ, ડો. પ્રકૃતિ પટેલ તેમજ મેડિસિન વિભાગના તબીબ ડો. જયંતિ સથવારા,ડો.શૈલ નેફ્રોલોજીસ્ટ ડો. હર્ષલ વોરા, એનેસ્થેટિક ડો. જલદીપ પટેલ તેમજ ડો. નિરાલી ગોસ્વામીએ સતત વોચ રાખી દર્દીને સારવાર આપી હતી. સાથે નર્સિંગ સ્ટાફ પણ જોડાયો હતો.
Leave a Reply