અદાણી અને ટોટલ એનર્જીસ વિશ્વની સૌથી મોટી ગ્રીન હાઇડ્રોઝન ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

ગ્રીન હાઇડ્રોઝન ક્ષેત્રે અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિ. ૫૦ બિલીઅન યુએસ ડોલરનું રોકાણ કરશે

– એક કંપની દ્વારા ગ્રીન હાઇડ્રોઝન માટે ભારતનો આ સૌથી મહા સંકલ્પ

વૈવિધ્યસભર ઉદ્યોગોમાં હરણફાળ ભરી રહેલ ભારતના અદાણી ઔદ્યોગિક સમૂહ અને ફ્રાન્સની ટોચની ઉર્જા કંપની ટોટલ એનર્જીસે દુનિયાની વિરાટકાય ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમના સંયુક્ત નિર્માણ માટે એક નવી ભાગીદારીના મંગલાચરણ માટે સમજૂતી સાધી છે. આ વ્યુહાત્મક જોડાણમાં અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL)માંથી ટોટલ એનર્જીસ અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિ. (ANIL)માંનો ૨૫ ટકા લઘુત્તમ હિસ્સો હસ્તગત કરશે.

ગ્રીન હાઇડ્રોઝનને કેન્દ્રબિંદુમાં રાખીને આ નવી ભાગીદારી ભારતમાં અને દુનિયાના ઉર્જાના લેન્ડસ્કેપમાં બદલાવ લાવશે તેવી ઉજળી સંભાવનાઓ છે. ઉર્જા ક્ષેત્રના અદાણી અને ટોટલ એનર્જીસ બન્ને મહારથીઓ ઉર્જા સંક્રમણ અને સ્વચ્છ ઉર્જા અપનાવવાના પાયાની ભૂમિકામાં અગ્રેસર છે હોવાથી આ સંયુક્ત ઊર્જા પ્લેટફોર્મ બંને કંપનીઓ દ્વારા કરવામાં આવેલી જાહેર ESG પ્રતિબદ્ધતાઓને વધુ તાકાતવાન બનાવે છે.

અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિ. (અનિલ) વાર્ષિક ૧ મિલીઅન ટન ગ્રીન હાઇડ્રોઝન અનુ તેને આનુસાંગિક ઇકોસિસ્ટમના વિકાસ માટે શરુઆતના તબક્કે ૨૮ બિલિઅન યુએસ ડોલરના રોકાણ સાથે આગામી ૧૦ વર્ષમાં ૫૦ બિલીઅન ડોલરનું રોકાણ કરશે.

અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, “અદાણી-ટોટલ એનર્જીસ વચ્ચેના સંબંધોનું વ્યૂહાત્મક મૂલ્ય વ્યાપાર  અને મહત્વાકાંક્ષા એમ બંને કક્ષાએ અપાર છે. “વિશ્વનમ સૌથી મોટા ગ્રીન હાઇડ્રોજન પ્લેયર બનવાની અમારી સફરમાં, ટોટલએનર્જીસ સાથેની ભાગીદારી સંશોધન અને વિકાસ, બઝારની પહોંચ અને આખરી ગ્રાહક માટેની સમજૂતિ સહિતના અનેક પરિમાણો ઉમેરે છે. આ ભાગીદારી મૂળભૂત રીતે અમોને બજારની માંગને આકાર આપવા માટે મોકળાશ આપે છે. આ કારણે જ મને અમારી ભાગીદારીનું સતત વિસ્તરણ આટલું ભવ્ય મૂલ્ય જકડી રાખે તેવું જણાયું છે. વિશ્વના સૌથી ઓછા ખર્ચે ઈલેક્ટ્રોનનું ઉત્પાદન કરવાની અમારી ક્ષમતા ઉપર અમારો મજબૂત ભરોસો અમોને વિશ્વના સૌથી ઓછા ખર્ચે ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરવાની અમારી ક્ષમતાને આગળ દોરી જશે. આ ભાગીદારી અનેક આકર્ષક સ્ત્રાવ માર્ગોને ખોલશે.”

“ અમારી રિન્યુએબલ અને ઓછા કાર્બન હાઇડ્રોજનની વ્યૂહરચના કે જે અંતર્ગત અમે ૨૦૩૦ સુધીમાં અમારી યુરોપીયન રિફાઇનરીઓમાં વપરાતા હાઇડ્રોજનને ફક્ત ડીકાર્બોનાઇઝ કરવા જ નહીં, પરંતુ આ દાયકાના અંત સુધીમાં બઝારમાં ઉછાળો આવશે આથી માંગને પહોંચી વળવા ગ્રીન હાઇડ્રોજનના વિશાળ પાયે ઉત્પાદનમાં પણ અમે અગ્રેસર બની રહેવા માંગીએ છીએ તે વેળા વ્યુહ રચનાના અમલીકરણમાં અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિ.માં ટોટલ એનર્જીઝનો પ્રવેશ એ એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે,  એમ ટોટલ એનર્જીના ચેરમેન અને સીઇઓ શ્રી પેટ્રિક પોઉયાન્ જણાવ્યું હતું. “ભારતકમાં વિપુલ પ્રમાણમાં ઓછી કિંમતની રિન્યુએબલ પાવર સંભવિતતાના મૂલ્યાંકન માટે યોગદાન આપી રહેલ  .ભારતના અદાણી ગ્રૂપ સાથેના અમારા જોડાણને વધુ મજબૂત બનાવતા આ કરારથી અમોને પણ  ખૂબ જ ખુશી છે, ગ્રીન હાઇડ્રોજનની વાર્ષિક ૧૦ લાખ ટનની આ ભાવિ ઉત્પાદન ક્ષમતા ૨૦૫૦ સુધીમાં તેના ઉર્જા ઉત્પાદન અને વેચાણના ૨૫% સુધી જૈવ ઇંધણ, બાયોગેસ, હાઇડ્રોજન અને ઇ-ઇંધણ સહિતના નવા ડીકાર્બોનાઇઝ્ડ પરમાણુઓમાં ટોટલ એનર્જીના હિસ્સાને વધારવામાં એક વિરાટ કદમ હશે. ” એમ તેમણે ઉમેર્યું હતું.

આ જોડાણમાં એક તરફ અદાણી ઉદ્યોગ સમૂહનો ભારતીય બજારનો ગહન અનુભવ અને જ્ઞાન,ઝડપી અમલીકરણની ક્ષમતાઓ, શ્રેષ્ઠ કામગીરીના અનુભવનું ભાથું અને મૂડી વ્યવસ્થાપનની ફિલસૂફીનો ફાયદો આ ભાગીદારીમાં લાવશે, જ્યારે બીજા ભાગીદાર ટોટલએનર્જીસની ધિરાણ ખર્ચ ઘટાડવા સંબંધી વૈશ્વિક અને યુરોપીયન બજારની તેની ઊંડી સમજણ, ધિરાણ વૃદ્ધિ અને નાણાકીય તાકાત અને ટેકનોલોજી અંતર્ગત નિપુણતા ઉપરની તેની ફાવટ એમ બે પ્લેટફોર્મ વચ્ચેના અસાધારણ તાલમેલને આધારે થયેલી આ ભાગીદારી વૈશ્વિક રીતે એક મહત્વની ભૂમિકા ભજવશે.

ભાગીદારોની પૂરક શક્તિઓ વિશ્વની સૌથી મોટી ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિ.( ’અનિલ’) ને પહોંચાડવામાં મદદ કરશે, તેનો લાભ ગ્રાહકને ગ્રીન હાઇડ્રોજન સૌથી ઓછી કિંમતે પહોંચાડવામાં મળશે અને વૈશ્વિક ઉર્જા સંક્રમણને વેગ આપવામાં મદદ કરશે.

વિશ્વના સૌથી મોટા સંપૂર્ણ સંકલિત ગ્રીન હાઇડ્રોજન પ્લેયર બનવાનો ’અનિલ’ નો ઉદ્દેશ છે, જેમાં રીન્યુએબલ્સ અને ગ્રીન હાઇડ્રોજન સાધનો (સોલાર પેનલ્સ, વિન્ડ ટર્બાઇન, ઇલેક્ટ્રોલાઇઝર વગેરે)ના મોટા પાયે ગ્રીન હાઇડ્રોજનના જનરેશનના ઉત્પાદનથી લઈને ગ્રીન હાઇડ્રોજન ડેરિવેટિવ્સનું ઉત્પાદન કરતી ડાઉનસ્ટ્રીમ સુવિધાઓ સુધી. સમગ્ર મૂલ્ય શ્રેણીમાં તેની હાજરી છે.

અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિ.માં આ રોકાણ સાથે અદાણી પોર્ટફોલિયો અને ટોટલ એનર્જી વચ્ચેનું આ વ્યૂહાત્મક જોડાણ હવે એલએનજી ટર્મિનલ્સ, ગેસ યુટિલિટી બિઝનેસ, રિન્યુએબલ એસેટ્સ અને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનને આવરી લે છે. આ ભાગીદારી ભારતને ઉદ્યોગ, વીજ ઉત્પાદન, ગતિશીલતા અને કૃષિમાં ડીકાર્બોનાઇઝેશનની પ્રક્રીયાને આગળ ધપાવવા સાથે જલવાયુ પરિવર્તનને ઘટાડીને અને સ્વતંત્ર ઊર્જા સુનિશ્ચિત કરીને આર્થિક સ્થિરતાના મૂળભૂત સ્તંભોનું આરોપણ કરવામાં મદદરુપ નિવડશે.

ટોટલ એનર્જીસ એન્ડ હાઇડ્રોઝન વિશે

ટોટલ એનર્જીસ કાર્બન કેપ્ચર અને સ્ટોરેજ સાથે કુદરતી ગેસમાંથી કાર્બન ન્યુટ્રલ પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને અથવા તૂટક તૂટક રીન્યુએબલ વીજળી આધારિત બ્લ્યુ અથવા ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનની તપાસ કરી રહી છે. ઘણા વર્ષોથી કંપની ઔદ્યોગિક પ્રક્રિયાઓના ડીકાર્બોનાઇઝેશન તેમજ ગતિશીલતા અને ગેસમાં કોંક્રિટના ઉપયોગના કિસ્સાઓના વિકાસ પર કામ કરી રહી છે.

ટોટલ એનર્જીસ સ્વચ્છ હાઇડ્રોજન ઇકોસિસ્ટમના વિકાસને વેગ આપવા માટે EUR ૧.૫ બિલિયન ક્લીન હાઇડ્રોજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનું એન્કર સ્પોન્સર પણ છે અને કેટલીક હાઇડ્રોજન-સમર્પિત પહેલ અને વ્યાવસાયિક સંગઠનો હાઇડ્રોજન કાઉન્સિલ, હાઇડ્રોજન યુરોપ, યુરોપિયન ક્લિન હાઇડ્રોજન ઓલ અને ફ્રાન્સ હાઇડ્રોજનની સક્રિય સભ્ય છે:.

અદાણી એન્ટરપ્રાઇઝ લિ. વિષે

ભારતના સૌથી મોટા અદાણી બિઝનેસ સમૂહમાં સામેલ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ (AEL) એક ફ્લેગશીપ કંપની છે. વિતેલા વર્ષોમાં અદાણી એન્ટરપ્રાઈઝે ઉભરી રહેલા માળખાકીય સુવિધાઓના વ્યવસાય ઉપર લક્ષ આપવા સાથે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન નોંધાવીને તેનું અલગ અલગ લીસ્ટેડ કંપનીઓમાં રૂપાંતર કર્યું છે. અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટોટલ ગેસ અને અદાણી વિલ્મર જેવા સફળ પ્રકલ્પોમાં રૂપાંતર કરીને કંપનીએ તેના મજબૂત બિઝનેસ પોર્ટફોલિયો દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવાની દીશામાં  નોંધપાત્ર પ્રમાણમાં કામ કર્યું છે.

ટોટલ એનર્જીસ વિષેઃ

ટોટલ એનર્જીસ એ વૈશ્વિક મલ્ટિ-એનર્જી કંપની છે જે ઊર્જાનું ઉત્પાદન કરે છે  અને તેલ અને બાયોફ્યુઅલ, કુદરતી ગેસ અને ગ્રીન ગેસ, રિન્યુએબલ અને વીજળીનું માર્કેટિંગ કરે છે: અમારા ૧,૦૦,૦૦૦ થી વધુ કર્મચારીઓ છે જે હંમેશા વધુ સસ્તી, સ્વચ્છ, વધુ વિશ્વસનીય અને શક્ય તેટલા લોકોને ઊર્જા માટે પ્રતિબદ્ધ અને સુલભ છે. ૧૩૦ થી વધુ દેશોમાં સક્રિય ટોટલ એનર્જીસ  લોકોની સુખાકારીમાં યોગદાન આપવા માટે તેના પ્રોજેક્ટ્સ અને કામગીરીના તમામ પરિમાણોમાં  ટકાઉ વિકાસને તેના કેન્દ્રમાં રાખે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: