– ભુજ, નખત્રાણા, લખપત, ભચાઉ, રાપર તાલુકામાં મેઘરાજાનું આગમન
– ભચાઉના ચોબારી ગામે વીજળી પડવાથી બે લોકોના મૃત્યુ : ઠેર ઠેર પાણી ભરાતા વાહનચાલકો અટવાયા
હવામાન વિભાગ દ્વારા કચ્છમાં બે દિવસ વરસાદ પડવાની કરવામાં આવેલી આગાહી વચ્ચે ભુજ, નખત્રાણા, લખપત, ભચાઉ, રાપર તાલુકામાં ઝાપટાથી ત્રણ ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો છે. માર્ગો પરાથી પાણી વહી નીકળ્યા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભચાઉના ચોબારી ગામે વાડી વિસ્તારમાં વીજળી પડવાથી બે લોકોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે.
કચ્છી નવા વર્ષ અષાઢી બીજ પહેલા મેઘરાજાની પાધરામણી થઈ છે. જિલ્લા માથક ભુજ ખાતે સવારાથી જ વાદળો ઘેરાયા હતા. પવનની ઝડપ ઘટતા બફારાનું પ્રમાણ વધ્યું હતું. ઉકળાટ અને બફારાથી લોકો પરસેવે રેબઝેબ થયા હતા. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૬૬ ટકા અને સાંજે ૯૦ ટકા નોંધાયું હતું. બપોરના સમયે વાતાવરણ પલટાયું હતું અને જોરદાર ઝાપટું વરસ્યું હતું. રસ્તા પરાથી પાણી વહી નીકળ્યા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભુજ તાલુકાના સુખપર, કુરબઈ ગામે વરસાદનું જોરદાર ઝાપટું પડયું હતું. ગામની શેરીઓમાંથી પાણી વહી નીકળ્યા હતા. લોરિયામાં ખેતરોમાં પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ ખાવડામાં પણ સારો વરસાદ પડયો છે. બન્નીના હોડકો તેમજ આજુબાજુના વિસ્તારોમાં બપોરે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ગાજવીજ સાથે અંદાજે બે ઈંચ જેટલો વરસાદ પડયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
ભચાઉ તાલુકાના ચોબારી ગામે વાડી વિસ્તારમાં બે લોકો પર વીજળી પડતા મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. સામખિયાળી, આાધોઈમાં વરસાદી માહોલ છવાયો હતો. લખપત તાલુકાના નરા ખાતે વરસાદી ઝાપટા પડયા હતા.
નખત્રાણાના કોટડા જડોદરમાં એક કલાકમાં એકાથી દોઢ ઈંચ પાણી વરસ્યું હતું. વરસાદના પગલે નદી-નાળા વહી નીકળ્યા હતા. કોટડા-બીટા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. નેત્રા આસપાસના ગામડાઓમાં ઝાપટા પડયા હતા.
કોટડા-નખત્રાણા વચ્ચેનો નવા બનેલો પુલ શરૃ ન કરાતા ડાયવર્ઝન પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેાથી વાહનચાલકો પરેશાન થયા હતા. પાવરપટ્ટીના નિરોણા વિસ્તારમાં એકાદ ઈંચ વરસાદ પડયો છે.
વિાથોણ વિસ્તારમાં અમી છાંટણા થયા હતા. મોટી વિરાણીમાં બપોરાથી મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ હતી. ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે જોરદાર ઝાપટું પડયું હતું. ગઈકાલે રાત્રિના વાગડ પંથકમાં મેઘરાજાએ પાધરામણી કરી હતી. સોમવારના બપોરે એક-દોઢ વાગ્યાના અરસામાં રાપર તાલુકાના સુવઈ અને આસપાસના વિસ્તારોમાં અડાધાથી પોણો ઈંચ વરસાદ થયો હતો.
Leave a Reply