ઈરાને રશિયન માલ ભારતમાં મોકલવા નવી વેપાર કોરિડોરનું પરીક્ષણ કર્યું

– યુક્રેન સાથેના યુદ્ધને કારણે, રશિયા પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે

ઈરાનના એક પોર્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્ય સંચાલિત શિપિંગ કંપનીએ ઇસ્લામિક પ્રજાસત્તાકને પાર કરતા નવા વેપાર કોરિડોરનો ઉપયોગ કરીને રશિયન બનાવટના માલના પ્રથમ કન્સાઇનમેન્ટને ભારતમાં મોકલવાનું શરૂ કર્યું છે. યુક્રેન અને રશિયા યુદ્ધનો વેપાર પર વધુ વિપરિત અસર ન પડે તે બાબતે નવા ટ્રેન્ડ કોરિડોરનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, રશિયન કાર્ગોમાં લાકડાના લેમિનેટ શીટથી બનેલા બે 40-ફૂટ (12.192 મીટર) કન્ટેનર છે જેનું વજન 41 ટન છે. 

આ કાર્ગો સેન્ટ પીટર્સબર્ગથી કૈસ્પિયન સાગર પોર્ટ માટે રવાના થયું છે. અસ્ત્રખાનમાં સંયુક્ત સ્વામિત્વ વાળા ઈરાની-રશિયન ટર્મિનલના નિર્દેશક દારીશ જમાલીનો હવાલો આપતા શનિવારે આ જાણકારી ઈરાન દ્વારા સંચાલિત એક ન્યૂઝ એજન્સીએ આપી હતી. 

જોકે, રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે, કોરિડોરનું પરીક્ષણ કરવા માટેનો કાર્ગો, જેને તેણે પ્રારંભિક ‘પાયલોટ’ ટ્રાન્સફર તરીકે વર્ણવ્યો છે, તે ક્યારે મોકલવામાં આવ્યો હતો અથવા શિપમેન્ટમાં કયા પ્રકારનો સામાન હતો. IRNAએ જણાવ્યું હતું કે, આસ્ટ્રાખાનથી કાર્ગો કેસ્પિયનની લંબાઈને પાર કરીને ઉત્તરી ઈરાનના પોર્ટ અંજાલી સુધી પાર કરશે અને પર્સિયન ગલ્ફ પર પોર્ટ અબ્બાસના દક્ષિણ પોર્ટ સુધી સડક માર્ગે લઈ જવામાં આવશે. ત્યાંથી તેને જહાજ પર લાદવામાં આવશે અને ન્હાવા શેવાના ભારતીય પોર્ટ પર પર મોકલવામાં આવશે. 

દારીશ જમાલીએ કહ્યું કે, ઈમ્પોર્ટનું સમન્વય અને પ્રબંધન રાજ્ય દ્વારા સંચાલિત ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન શિપિંગ લાઈસન્સ ગ્રુપ અને રશિયા અને ભારતમાં તેના ક્ષેત્રીય કાર્યાલયો દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેમાં 25 દિવસ લાગવાની આશા છે. 

યુક્રેન સાથેના યુદ્ધને કારણે, રશિયા પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં ઈરાનના અધિકારીઓ ઉત્તર-દક્ષિણ ટ્રાન્ઝિટ કોરિડોર વિકસાવવા માટે અટકેલા પ્રોજેક્ટને ફરીથી શરૂ કરવા આતુર છે જે રશિયાને એશિયન નિકાસ બજારો સાથે જોડવા માટે ઈરાનનો ઉપયોગ કરે છે. આ યોજનામાં આખરે એક રેલરોડ લાઈનનું નિર્માણ સામેલ છે જે ઈરાની કેસ્પિયન સાગરના પોર્ટો પર પહોંચતા માલસામાનને ચાબહારના દક્ષિણપૂર્વ પોર્ટ સુધી પહોંચાડી શકે છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: