– મનપ્રીત કૌર પર જુલાઈ 2017માં પ્રતિબંધિત પદાર્થના સેવનના આરોપસર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો
ભારતીય મહિલા શોટ પુટ એથલીટ મનપ્રીત કૌરે પ્રતિબંધ બાદ ખૂબ જ ધમાકેદાર કમબેક કર્યું છે. ડોપિંગમાં 4 વર્ષનો પ્રતિબંધ ભોગવ્યા બાદ ગત વર્ષે પાછી ફરેલી મનપ્રીત કૌરે રાષ્ટ્રીય આંતર પ્રાંતીય સીનિયર એથલેટિક્સ ચેમ્પિયનશિપના બીજા દિવસે પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ બ્રેક કર્યો છે.
31 વર્ષીય મનપ્રીત કૌર પર જુલાઈ 2017માં પ્રતિબંધિત પદાર્થના સેવનના આરોપસર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો. તેણે પોતાના ચોથા પ્રયત્નમાં 18.06 મીટરનું અંતર કાપ્યું હતું. શોટ પુટમાં 18 મીટરનું અંતર પાર કરનારી તે પ્રથમ ભારતીય મહિલા બની છે. તેનો પાછલો રેકોર્ડ 17.96 મીટરનો હતો જે તેણે વર્ષ 2015માં બનાવ્યો હતો. ભારતીય એથલેટિક્સ મહાસંઘે આગામી રાષ્ટ્રમંડલ રમતો માટે 17.76 મીટરનું ક્વોલિફિકેશન સ્તર નિર્ધારિત કર્યું છે.
Leave a Reply