અદાણી સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર તથા થરમેક્સ ફાઉન્ડેસન દ્વારા મુંદરા તાલુકા ના ધ્રબ ખાતે વિવિધ કોર્સ ની તાલીમ વર્ગ નો ઉમળકાભેર પ્રારંભ કરાવવા માં આવ્યો. અદાણી સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર તથા થરમેક્સ ફાઉન્ડેસન દ્વારા સાથે મળી ને સામાજીક અને શૈક્ષણિક વિકાસ માટે આ કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં ધ્રબ ગામ ના સરપંચશ્રી અસલમભાઈ, પૂર્વ સરપંચ શ્રી રહેમાનભાઈ તુર્ક, તથા ઈબ્રાહીમભાઈ તુર્ક જયારે થરમેક્સ ફાઉન્ડેસન માંથી પધારેલ મુખ્ય અતિથી શ્રી અનીશ સાહેબ તથા શ્રી અશોક સાહેબ નું સ્વાગત કરવા માટે ધ્રુબ ગામ ના સરપંચશ્રી તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અદાણી ફાઉન્ડેસનના માવજીભાઈ, દેવલબેન, અને મનહરભાઈ દ્વારા આ કામ ને બિરદાવા માં આવ્યું હતું.
કાર્યક્રમ ની શરૂઆત ગામના માનનીય સરપંચ સાહેબશ્રી દ્વારા શાબ્દિક સંબોધન અને માહિતી દ્વારા કરવા માં આવી. ત્યાર બાદ થરમેક્સ ફાઉન્ડેસનની માહિતી અનીશસાહેબ તથા અશોકસાહેબ દ્વારા આપવા માં આવી. અદાણી સ્કીલ ડેવલોપમેન્ટ તરફ થી સાગર કોટક દ્વારા તાલીમ નો ઉદેશ્ય અને તાલીમ ને લગતી તમામ માહિતી આપવામાં આવી હતી, જેમાં ઉમેરતા કહ્યું કે આ તાલીમ માં મુખ્ય કોર્સ ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર અને આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક છે જે ભવિષ્ય માં ઘણા જ લાભકારી છે, તથા તાલીમાર્થી ને પગભર થવા માટે પ્રોત્સાહિત કાર્ય હતા. તેમને વધુ માં જણાવ્યું ક આ તાલીમ માં ૧૦૦ જેટલા તાલીમાર્થીઓ જોડાઈ ને ઉજળી તકો ને પામશે. અદાણી સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર દ્વારા તાલીમાર્થીઓ ને શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી હતી.
અદાણી સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર અને થરમેક્સ ફાઉન્ડેસન દ્વારા ખુબ જ અગત્યની એવી નાણાંકીય કાર્ય ની ભૂમિકા ભજવી તે માટે સુજાતાબેન દેશપાંડે (થરમેક્સ ફાઉન્ડેસન) , પંક્તિબેન શાહ (CSR HEAD અદાણી ફોઉંન્ડેસન), જતીનભાઈ ત્રિવેદી (COO- અદાણી સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર), અમિતભાઈ ઠાકર (Opretion head,ASDC ) એ કાર્યક્રમ સફળ બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેનો ધ્રુબ ગામ ના લોકો તથા આગેવાનો એ આભાર માની ને હર્ષ ની લાગણી અનુભવી હતી.
આ સંપૂર્ણ કાર્યક્રમ નું સંચાલન અદાણી સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર ના સાગર કોટક દ્વારા કરવા માં આવ્યું હતું જેમાં પ્રફુલભાઈ ગરવા અને રાજ પંડ્યા દ્વારા કાર્યક્રમ ની તૈયારી કરવા માં આવી હતી.આભાર વિધિ હર્ષિદ દવે દ્વારા કરવામાં આવી હતી.
Leave a Reply