– આ વખતની ચૂંટણી પણ સમરસઃ તમામ સભ્યો બિનહરિફઃ આજથી કારોબારી
ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી થયાને અને નવુ બોર્ડ રચાયાને નવ મહિના બાદ અંતે આજે બોર્ડની પાંચેય સમિતિઓના નવા સભ્યોની નિમણૂંકો થઈ છે.આજે બોર્ડની સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં નવી પાંચેય સમિતિની ચૂંટણીની પ્રક્રિયા થઈ હતી.જો કે આ વખતે પણ ચૂંટણી બિનહરીફ રહી છે અને તમામ સભ્યો વચ્ચે સમરસતા થતા મતદાન થયુ ન હતું.
ગુજરાત શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિ, શિક્ષણ સમિતિ , પરીક્ષા સમિતિ, અભ્યાસ સમિતિ અને નાણા સમિતિ સહિતની પાંચેય સમિતિના નવા સભ્યોની નિમણૂંક માટે આજે બોર્ડ દ્વારા ચૂંટણી પ્રક્રિયા થઈ હતી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિમયોની જોગવાઈઓ મુજબ વિવિધ સમિતિમાં સભ્ય સંખ્યા નક્કી કરી આજે વિધિવત રીતે નિમણૂંક કરી દેવાઈ છે.જો કે આ વખતે પણ ચૂંટણી થઈ જ નથી અને તમામ સભ્યો વચ્ચે સમરસતા થતા બિનહરિફ રહ્યા છે.જેથી આ વખતે પણ મતદાન પ્રક્રિયા કરવાની જરૃર પડી નથી..કારોબારી સમિતિમાં પાંચ સભ્યમાં બે સરકારના અધિકારી ઉપરાંત આચાર્ય સંવર્ગના સભ્ય, ઉ.મા.શિક્ષક સંવર્ગના સભ્ય અને ઉ.બુનિયાદી સંવર્ગના સભ્ય નિમાયા છે.
પરીક્ષા સમતિમાં ત્ર અધઇકારી ઉપરાંત સંચાલક મંડળ સંવર્ગના સભ્ય કોરાટ પ્રિયવદન ,માધ્યમિક શિક્ષક સંવર્ગના સભ્ય અને વાલી મંડળના સભ્ય નિમાયા છે.શૈક્ષણિક સમિતિમાં બે અધિકારી ઉપરાંત વાલી મંડળના સભ્ય, મા.શિક્ષક સંવર્ગના સભ્ય અને ઉ.મા.શિક્ષક સંવર્ગના સભ્ય નિમાયા છે.અભ્યાસ સમિતમાં એક અધિકારી ઉપરાંત સંચાલક મંડળના જ સભ્ તથા સરકારી શિક્ષક સંવર્ગના સભ્ય નિમાયા છે.નાણા સમિતિમાં બે અધિકારી ઉપરાંત આચાર્ય સંવર્ગના સભ્ય અને બિ શૈક્ષણિક સંવર્ગના સભ્ય તથા સરકારે નિમવાના શિક્ષણ વિભાગના નાયબ સચિવ મુકાયા છે.ધીરેન વ્યાસ ,પ્રિયવદન કોરાટ સહિતના ત્રણ સભ્યો બે-બે સમિતિમાં છે.આવતીકાલથી કારોબારી સમિતિની બેઠક મળશે.
Leave a Reply