– અમદાવાદમાં સૌથી વધુ ૫૦ કેસ
– અમદાવાદમાં એસ.ટી,રેલવે સ્ટેશન ખાતે કુલ મળીને ૭૪ લોકોના મ્યુનિ.દ્વારા આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરાયાં
ગુજરાતમાં બુધવારે ત્રણ માર્ચ બાદ કોરોનાના નવા કેસ નોંધાયા હતા.અમદાવાદમાં સૌથી વધુ ૫૦ કેસ નોંધાતા સંક્રમણની પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે.અમદાવાદમાં એસ.ટી.અને રેલવે સ્ટેશન ખાતે મ્યુનિ.દ્વારા કુલ મળીને ૭૪ લોકોના આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જેનુ પરિણામ આવ્યા બાદ સંક્રમણને લઈ પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થઈ શકશે.રાજયમાં બુધવારે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નહોતું.૨૯ દર્દી સાજા થયા હતા.કુલ ૪૪૫ એકિટવ કેસ છે.તમામ સ્ટેબલ પરિસ્થિતિમાં છે.
બુધવારે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં ૪૮ અને જિલ્લામાં બે મળી કોરોનાના કુલ પચાસ નવા કેસ નોંધાયા હતા.વડોદરા કોર્પોરેશનમાં કોરોનાના નવા ૨૫ કેસ નોંધાયા હતા.ઉપરાંત સુરત કોર્પોરેશનમાં આઠ, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં સાત જયારે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં પાંચ કેસ નોંધાયા હતા.જામનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના નવા બે કેસ,વલસાડ જિલ્લામાં પાંચ કેસ નોંધાયા હતા.ઉપરાંત આણંદ,રાજકોટ અને સુરતમાં કોરોનાના અનુક્રમે બે-બે કેસ નોંધાયા હતા.જામનગર,મહેસાણા અને મોરબી જિલ્લામાં પણ એક-એક કેસ નોંધાવા પામ્યો હતો.રાજયમાં એક પણ દર્દી વેન્ટિલેટર ઉપર નથી.
અમદાવાદમાં કોરોના સંક્રમણની સ્થિતિ સતત ચિંતાજનક બની રહી છે.૭ જુને શહેરમાં કોરોનાના ૪૪ કેસ નોંધાયા હતા.જે સામે ૩૨ દર્દી સાજા થયા હતા.આઠ જુને નવા ૪૮ કેસ નોંધાયા હતા.જે સામે ૨૩ દર્દી સાજા થયા હતા.અગાઉ મ્યુનિ.તંત્રે કરેલી જાહેરાત મુજબ,બુધવારે શહેરના એસ.ટી.સ્ટેશન ખાતે ૩૫ અને રેલવે સ્ટેશન ખાતે ૩૯ લોકોના આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
અમદાવાદમાં ૬.૫૦ લાખ લોકોને કોરોના રસીનો બીજો ડોઝ લેવાનો બાકી
શહેરમાં જાન્યુઆરી-૨૦૨૧થી લોકોને મ્યુનિ.તંત્ર દ્વારા કોરોના વેકિસન આપવામાં આવી રહી છે. દોઢ વર્ષનો સમય વિતવા છતાં હજુ અમદાવાદમાં કુલ ૬,૫૦,૭૬૧ લોકોને કોરોના વેકિસનનો બીજો ડોઝ લેવાનો બાકી છે.૮ જુનની સ્થિતિએ પશ્ચિમ ઝોનમાં ૩૨,૫૨૦, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧૫,૧૫૮, પૂર્વ ઝોનમાં કુલ ૧,૬૩,૨૬૮ લોકોને કોરોના રસીનો બીજો ડોઝ લેવાનો બાકી છે.ઉપરાંત મધ્યઝોનમાં ૮૧,૧૩૫, ઉત્તરઝોનમાં ૧,૫૫,૬૫૫ લોકોને તેમજ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૩૧૨૮૧ તથા દક્ષિણઝોનમાં ૧,૭૧,૭૪૪ એમ કુલ મળીને ૬,૫૦,૭૬૧ લોકોને કોરોના રસીનો બીજો ડોઝ લેવાનો બાકી હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
Leave a Reply