કચ્છની બે દિવસની મુલાકાતે અાવેલા માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ગુરૂવારના લાંબા સમયથી ચાલતા મહત્વના પ્રોજેક્ટ ભુજોડી અોવરબ્રિજ, અંજારમાં નવી બનેલી અારટીઅો કચેરીનું લોકાર્પણ કર્યા બાદ બીજા દિવસે જિલ્લામાં રસ્તા સહિત થયેલા વિકાસકામો અને હવે થનારા કામોના ખાતમુહૂર્ત સાથે લોકાર્પણ કર્યું હતું. કચ્છમાં 500 કરોડના ખર્ચે બનેલા 500 કિ.મી રસ્તાઓનું લોકાર્પણ કરવામાં અાવ્યું હતું.
મંત્રીઅે શુક્રવારે મુન્દ્રા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છના છેવાડાના નારાયણ સરોવરથી મુંબઈ સુધી 2400 કરોડના ખર્ચે કોસ્ટલ હાઇવેના નિર્માણ અંગેની મહત્વની બાબત પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, આગામી લક્ષ્ય છેવાડાના નારાયણ સરોવરથી મુંબઈ સુધી 2400 કરોડના ખર્ચે કોસ્ટલ હાઇવેનું નિર્માણ કરવાનું છે. ઉપરાંત રેલવે મંત્રાલય દ્વારા પણ અાજ રૂટ પર દરિયાને સમાંતર પાટા બિછાવવા અંગે સરવે હાથ ધરવામાં અાવ્યો હોવાનું કહ્યું હતું. તેમણે આગામી દિવસોમાં હિન્દુસ્તાનને મહાસત્તા બનતા કોઈ રોકી શકે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Leave a Reply