છેલ્લા દિવસોમાં કેરીની આવક વધી ને ભાવ પણ વધ્યા

– ગોંડલ અને તલાલા માર્કેટ યાર્ડમાં સાત દિવસમાં દસ કિલોના એક લાખ બોક્સની આવક થઈઃ વલસાડમાં આફુસ અને કેસર કેરીનેં ફળમાખીથી રોગ લાગતા પાક માંડ ૨૫ ટકા જ થયો

– ઇથિલિનની ગરમીથી કેરી પકવવામાં આવતી હોવાથી ડાઘ દેખાય છે, કેરીઓ ૬૦થી ૭૨ કલાકમા ચીમળાઈનેં સડવા માંડે છે

કેરીના મોર બેસવાની સીઝનમાં ઠંડક અને ગરમી વચ્ચેનો ૨૦ ડિગ્રીનો ગાળો આવી જતાં પાક માટે આબોહવા અનુકૂળ ન રહેતા કેરીનો પાક ૬૦ ટકાથી પણ વધુ એટલે કે અંદાજે ૩૦ ટકાની આસપાસ આવ્યા પછી મોેડે મોડે ૨૫ મે પછીના સાત દિવસમાં કેરીની એક લાખ પેટીની આવક તો થઈ છે, પરંતુ કેરીની ક્વોલિટી નબળી છે. તેમ જ ઇથિલિની ગરમીથી કેરી પકવવામાં આવતી હોવાથી કેરી પર ડાઘ પડી જતાં હોવાની અને ૪૮થી ૬૦ કલાકમાં જ સડી જતી હોવાની ફરિયાદો વધી રહી છે. જોકે અત્યારે રોજના ૧૫૦૦૦થી ૧૮૦૦૦ બોક્સની આવક છે, આ આવક હજીય વધી શકે છે. આવક વધ્યા પછી કેરીના ભાવ નીચા જવાની લોકોની આશા ઠગારી સાબિત થઈ છે. તેની સામે ક્વોલિટી ફળના ભાવ વધ્યા છે, પરંતુ ક્વોલિટી અપેક્ષા કરતાં ઘણી જ નબળી છે. 

કૃષિ વિજ્ઞાાની સી.કે. ટિમ્બડિયાનું કહેવું છે તે કેરીના મોર આવવાની મોસમમાં આબોહવામાં એટલે કે એક જ દિવસમાં ઠંડી અને ગરમી વચ્ચે ૨૦ ડિગ્રીથી વધુનો ગાળો જોવા મળ્યો હોવાથી મોર ખરી પડયા છે. તેની અસર હેઠળ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં માંડ ૨૫ ટકા કેરી થઈ છે. વલસાડ એપીએમસીના સેક્રેટરી જયેશપટેલનું કહેવું છે કે દક્ષિણ ગુજરાતની આફુસ અને કેસર વખણાય છે. પરંતુ આફુસનો પાક માંડ ૧૦થી ૧૫ ટકા અને કેસરનો પાક માંડ  ૨૫ ટકા જેટલો જ થયો છે.  મોર આવવાની ઋતુમાં મોસમમાં અનિશ્ચિતતા વધી હોવાથી પાક ઓછો ઉતર્યો છે. સામાન્ય સંજોગમાં અત્યારના દિવસોમાં રોજના ૨૫૦૦થી ૩૦૦૦ ટન રોજનો માલઆવતો હોય છે. તેની સામે આ વરસે માંત્ર ૨૫૦થી ૫૦૦ ટન સુધીનો માલ જ મંડળીઓમાં આવી રહ્યો છે. આ આવક ઓછી થવાનું કારણ આપતા તેઓ કહે છે કે એપીએમસીની બહાર કેરી વેચવાની ખેડૂતોન છૂટ મળી ગઈ હોવાથી કૃષિ ઉપજ સહકરી મંડળી-એપીએમસીમાં માલ વેચવાઆવનારાઓની ભીડ બહુ જ ઓછી થઈ ગઈ છે.તેથી રોજની માંડ ૨૫૦થી ૩૦૦ બોક્સની જ આવક થાય છે.તેથી જ કેરીની સીઝનના છેલ્લા દિવસોમાં સપ્લાય વધી રહ્યો હોવા છતાંય કેરીને દસ કિલો બોક્સના ભાવ રૃા. ૧૧૦૦થી ૧૨પ૦ કે ૧૪૦૦ જેટલા ઊંચા બોલાઈ રહ્યા છે. ગીરની કેસર કેરીના આવક પંદરેક દિવસમાં અટકી જવાની સંભાવના છે. 

દક્ષિણ ગુજરાતમાં અને તેમાંય ખાસ કરીને વલસાડ અને નવસારી જિલ્લામાં ફળમાખીના ડંખ લાગવાને કારણે કેરી ઘણી જ ખરાબ થઈ ગઈ છે. તેને કારણે ૭૦ ટકા પાક ઓછો થઈ ગયો છે. કેરીની વાડી ધરાવતા કેતન પટેલનું કહેવું છે કે ફળમાખી ડંખ મારીને તેના ઇંડા કેરીની અંદર મૂકી દે છે. ૨૦ દિવસમાં આ કેરી પીળી પડીને ખરી પડે છે. આ કેરી ખાવા માટે કાપવામાં આવે ત્યારે તેમાંઇયળ જેવી જીવાત જોવા મળે છે. ફળમાખી બીજા  ચીકુ, તરબૂચ, શક્કર ટેટી ઉપરાંત શાકભાજીને પણ ખરાબ કરતાં હોવાનું જોવા મળે છે. આ ફળમાખીને નાબૂદ કરવા માટે કે તેની ખરાબ અસરથી પાકને બચાવવા માટે પોતાના જ ખેતરમાં દવાનો છંટકાવ કરવાથી કામ થતું નથી. આસપાસના બધાં જ ખેતરોમાં ફળમાખીનો ઉપદ્રવ રોકવા માટે દવાનો છંટકાવ કરવામાંઆવે તો જ તેની અસર જોવા મળે છે.  ગણદેવી, સોનવાડી, અમલસાડ અને પાલેજ વિસ્તારમાં કેરીનો પાક ઘણો જ ઓછો થયો છે.  ગિર વિસ્તાર ઉપરાંત વલસાડ અને તલાળા યાર્ડમાં કેરીઓ આવી હોવા છતાંય ભાવ ઘટવાનું નામ લેતા નથી. તેથી ઘણાં ગ્રાહકોને કેરી ખાવાનું ટાળવાનું પસંદ કર્યું છે. બીજીતરફ રાજકોટના નવાગામ, ગોંડલ, જેવા વિસ્તારોમાં કાચી કેરીને ઇથિલિન ગેસથી પકડતા હોવાથી કેરીઓ બહુ જ ઝડપથી સડી જાય છે. ૬૦ કલાકમાં જ પીળી પડી ચીમળાઈ જાય છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: