-કેન્દ્ર સરકારની ઉડાન યોજના હેઠળ
-સપ્તાહમાં પાંચ દિવસ ઉડાન ભરશે : ૩૩૪ કિલોમીટરનું અંતર એક કલાકમાં કાપી શકાશે
કચ્છના સરહદી વિસ્તારો કે સફેદ રણ-ઘોરડો ફરવા જનારને હવે ફલાઇટનો પણ વિકલ્પ મળી રહેશે. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટથી આવતીકાલ શનિવારથી પ્રથમ વખત ભૂજ ફલાઇટ શરૃ થશે. કેન્દ્રની ઉડાન યોજના હેઠળ સ્ટાર એરની સ્ટાર એરની અમદાવાદથી ભૂજ ફલાઇટ સપ્તાહમાં પાંચ દિવસ ઓપરેટ કરશે.
અમદાવાદથી ભૂજનો વન-વે એરફેર બે હજારની આસપાસ રહેશે. જેટ એરક્રાફ્ટમાં ૫૦ સીટની વન-બાય ટૂની ક્ષમતા છે. આ ફલાઇટ સપ્તાહમાં સોમ, ગુરૃ, શુક્ર શનિ એમ ચાર દિવસ અમદાવાદ એરપોર્ટ પરથી ૧૧ વાગે ટેકઓફ થઇ ૧૨ વાગે ભૂજ પહોંચશે તેમજ ભૂજથી ૧૨:૩૦ કલાકે રવાના થઇ અમદાવાદ ૧:૩૦ કલાકે પહોંચશે. જ્યારે બુધવારે આ ફલાઇટ બપોરે ૪:૧૦ કલાકે રવાના થઇ ભુજ ૫:૧૦ કલાકે પહોંચશે. આ ઉપરાંત રિટર્ન ભૂજથી આ ફલાઇટ ૫:૩૫ કલાકે ટેકઓફ થઇ સાંજે ૬:૩૫ કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે. સૌથી મહત્વની વાત એ છે કે, હાલ અમદાવાદથી ભૂજ બાયરોડ પાંચથી છ કલાક જેટલો સમય લાગે છે. જેના કારણે ફ્લાઇટમાં મુસાફરોને ભૂજ પહોંચવામાં સરળતા રહેશે. નોંધનીય છે કે ભૂજ એરપોર્ટ ડિફેન્સ હેઠળ સંચાલન થાય છે જેથી સૂર્યોદય પછી સૂર્યાસ્ત પહેલા ફલાઇટને ટેકઓફ કરાવી દેવામાં આવશે.
Leave a Reply