– ૭૫ કરોડના ખર્ચે પેરામેશ વોલથી બનેલો બ્રિજ ૧.૫ કિ.મી. લાંબો
– ૬.૫૯ કરોડના ખર્ચે નવનિમત ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર સ્ટાફ કોલોની ભુજનું ઈ-લોકાર્પણ કરાયું
આજરોજ કચ્છ જિલ્લામાં ભૂજોડી ખાતે વિવિાધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૃ.૭૫ કરોડના ખર્ચે ભુજ-ભચાઉ રાજ્ય ધોરીમાર્ગ ૪૨ ઉપર પેરામેશ વોલ આૃધતન ટેક્નોલોજીથી બનેલ ૧.૫ કિ.મી. લાંબા ૧૭ મીટર ઉંચાઈ ધરાવતા ચારમાર્ગીય ભૂજોડી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ વિાધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યની ઉપસિૃથતિ અને માર્ગ મકાન અને વાહન વ્યવહાર વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આહિર કન્યા વિદ્યાલય પાસે ભૂજોડી ખાતે યોજાયેલા સમારોહમાં ભુજ મતવિસ્તારના રૃ.૫૭.૩૦ કરોડના ખર્ચે કુલ ૫૪.૯૦ કિ.મી. લંબાઇના ૪ રસ્તાઓનું વિસ્તૃતિકરણ અને રીસર્ફેસીંગ કામોનું ભૂમિપૂજન કરાયું હતું. જે પૈકી રૃ.૩૧.૫૦ કરોડના ખર્ચે લખપતના દેશલપર હાજીપીર રોડનું વિસ્તૃતિકરણ, રૃ.૧૦.૮૦ કરોડના ખર્ચે ભુજના કેરા-દહિંસરા-ગઢશીશા રોડના વિસ્તૃતિકરણ, રૃ.૧૦ કરોડના ખર્ચે ભુજના માનકુવા કોડકી-માનકુવા-મખણા-વટાછડ-નિરોણા ૨૪.૫૦ કિ.મી. રોડના રીસર્ફેસીંગ કામોના ઈ-ભૂમિપૂજન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા રૃ.૬.૫૯ કરોડના ખર્ચે સુવિાધાયુક્ત નવનિમત સ્ટાફ કોલોનીનું ઈ-લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. વિવિાધ વિકાસ પ્રકલ્પોનું પ્રજા અર્પણ કરવાના આ સમારોહમાં ગુજરાત વિાધાનસભાના પ્રાથમ મહિલા અધ્યક્ષે જણાવ્યું હતું કે, ટુરિઝમ હબ કચ્છના મુખ્ય માથક ભુજ શહેરમાં ભૂજોડી રેલવે ઓવરબ્રિજ કરોડરજ્જુ સમાન છે. ભૂકંપગ્રસ્ત ઝોન-૫માં આવેલા કચ્છમાં ૧.૫ કિ.મી. લાંબો, પથૃથરની ગેબિયન વોલ-પેરામેશ વોલનો આૃધતન ટેક્નોલોજીયુક્ત ફોરલેન ભૂજોડી રેલવે ઓવરબ્રિજાથી સાત લાખ લોકોને લાભ મળશે. આ બ્રિજાથી પ્રવાસીઓ અને પ્રજાજનો તેમજ ઉાધોગકારોના સમય, ઈંધણનો બચાવ થશે.
અંજાર ધારાસભ્ય વાસણભાઇ આહિરે આ તકે જણાવ્યું હતું કે, ખાર્તમુહૂર્ત કરાયેલ બ્રિજનું લોકાર્પણ આજે મંત્રીએ કરી નાગરિકોની સુવિાધાઓમાં મહત્વનું મોરપીંછ ઉમેરાયું છે. ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમના મેનેજીંગ ડિરેકટર એ.કે.પટેલે સ્વાગત પ્રવચનમાં રાજયના માર્ગો વાહન વ્યવહાર મુસાફરી માટે સલામત અને સુદ્ઢ બને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
Leave a Reply