– આયુર્વેદમાં જાંબુ, પાંદડા, ઠળિયા, છાલ વગેરેનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે.
દરેક તુ પ્રમાણે વગડા,વાડી કે ઘર આંગણે ફળ-ફૂલો જોવા મળતા હોય છે.જે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપયોગી હોય છે. હાલમાં વાડી કે ઘર આંગણે જોવા મળતા જાંબુના ઝાડ પર જાંબુઓ લુમે લુમ જોવા મળી રહ્યા છે.
જેમાં જાંબુની મુખ્યત્વે ૫ જાત જોવા મળે છે.જેમાં જાંબુ, સફેદ જાંબુ, કાઠ જાંબુ,ભૂમિ જાંબુ,ક્ષુદ્ર જાંબુ એમ વગેરે જાતિઓ જોવા મળે છે.જાંબુનું ઝાડ ભારતમાં બાધી જગ્યાએ જોવા મળતા હોય છે.જાંબુના ફળ ખાસ કરીને ચોમાસાની શરૃઆત પહેલા પાકતા હોય છે.જાંબુ ખાવામાં સ્વાદિષ્ટ હોવાથી લોકો વાધારે પડતા ખાતા હોય છે.તેમનું વૃક્ષ લીમડાના વૃક્ષ જેવું ઘટાદાર અને ઉંચુ હોય છે.જાંબુના પાંદડા ચિકુના વૃક્ષ જેવા હોય છે.આ ઝાડ બટકણુ હોય છે.ઝાડપર ચડતા પહેલા સાવચેતી રાખવી પડતી હોય છે.
જાંબુાથી ખુબ જ સારા સ્વાસ્થ્ય લાભો મળે છે. જાંબુમાં વિટામીન બી અને આયર્ન, કાર્બોહાઈડ્રેટ,પ્રોટીન, ખનીજ,ચરબી, કેલ્શિયમ, ફોસ્ફરસ,લોહ તત્વ, વિટામીન એ,બી,સી અને ગેલિક એસીડ વગેરે તત્વો પર્યાપ્ત માત્રામાં હોય છે.જાંબુના ઠળિયામાં જમ્બોલીન નામનું તત્વ હોય છે.તે એક ગ્લુકોસાઈટ પદાર્થ હોય છે.જે શરીરના સ્ટાર્ચના રૃપમાં પરિવર્તન કરે છે માટે તે ડાયાબીટીસના દર્દીઓ માટે અમૃત સમાન છે.જાંબુ ખાવાથી કેન્સર,મોઢાની ચાંદી,ડાયાબીટીસ જેવા અનેક રોગોમાં ઉપયોગી છે.આયુર્વેદમાં જાંબુ, પાંદડા, ઠળીયા, છાલ વગેરેનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે. નખત્રાણા તાલુકાના દેવપર(યક્ષ)ના સુરેશભાઈ ભીમાણીની વાડીમાં જાંબુના ભરચક ઝાડ જોવા મળે છે.
Leave a Reply