૩૧મીમે વિશ્વ તમાકુ નિષેધ દિન: જી.કે. જનરલ અદાણી હોસ્પિ.માં તમાકુને કારણે મોઢાના કેન્સરના છેલ્લા એક વર્ષમાં ૧૭૦ ઓપરેશન થયા

 કેન્સરના કાળાનાગને નાથવા તમાકુને ના, જિંદગીને હા

વ્યસન છોડવું સહેલું નથી: તો અશક્ય પણ નથી: દાનત હોવી જોઈએ

જી.કે.ના ઇ.એન.ટી અને મનોચિકિત્સક તબીબોની સલાહ

અદાણી સંચાલિત જી.કે જનરલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં તમાકુને કારણે મોંઢાના કેન્સરના ૧૭૦ ઓપરેશન કરવામાં આવ્યા છે,એમ, ઈ એન ટી વિભાગના તબીબોએ ૩૧મી મે ના રોજ ઉજવાતા તમાકુ નિષેધ દિન નિમિતે જણાવ્યું હતું.

હોસ્પિટલના ઈ એન ટી વિભાગના ડૉક્ટર અજિત ખીલનાનીએ કહયું કે, તમાકુની આદતને કારણે જીભ, જડબાં, સ્વરપેટી અને અન્નનળીના કેન્સર થવાની શક્યતા રહે છે. આ વિભાગના વડા ડો. નરેંદ્ર હિરાણીના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, જો કેન્સરથી બચવું હોય તો તમાકુ, બીડી, સિગારેટ  માવા અને ગુટકાની આદતને દેશવટો આપવો  અનિવાર્ય છે. આમ તો વ્યસન દરેકને છોડવું હોય છે પણ યક્ષ પ્રશ્ન એ છે કે છોડવું  કેમ.? વ્યસની વ્યસન છોડવા અલગ અલગ નૂસખા અજમાવે છે,પણ મનોચિકત્સકની સલાહ કોઈ લેતું નથી.

જી. કે જનરલ હોસ્પિટલના મનોચિકત્સા વિભાગના હેડ  ડો મહેશ ટીલવાનીએ કહ્યું કે, અત્રે  કોઈ આદત છોડવા માંગતું હોય તેમનું કાઉન્સિલિંગ પણ થાય છે.જોકે દરેકની માનસિકતા અલગ હોય છે,તેથી વ્યસન છોડવા ની કોઈ એક ફોર્મ્યુલા દરેક માટે લાગુ પડી શકે નહિ.એક વ્યક્તિએ જે રીતે તમાકુનો ત્યાગ કર્યો હોય એ રીતે બીજા ના કરી શકે.પરંતુ વ્યસનમુક્ત થવું જરૂરી છે.તેમાં હતાશ ના થવું અને દાનત સ્પષ્ટ હોય તો આ કામ અશકય નથી.

મનોચિકિત્સા વિભાગના જ ડો.ચિરાગ કુંડલિયાએ આ અંગે જણાવ્યું કે,જી. કે માં વ્યસન છોડાવ્યાના દાખલા છે. તેમણે વ્યસમુક્તિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ચ્યુંગમ,દવા ટેબ્લેટ ઉપલબ્ધ છે.સાથે અનેક થિયરી પણ છે.જેમકે વ્યસન ધીમે ધીમે છોડવું.અલબત્ત એ અઘરું છે.ઉપરાંત સ્વયંશિસ્ત પણ એક રીત છે,પરંતુ એમાંય મન તો મક્કમ રાખવું જ પડે.ટુંકમાં દાનત હોય તો વ્યસન છૂટી શકે. આ બધું કહેવાય એટલું સહેલું નથી પણ અશકય ય નથી.એમ મહિલા મનોચિકત્સક ડૉ.રિદ્ધિ ઠક્કરે ઉમેર્યું હતું.

ખાસ તો એ છે કે જેમને વ્યસન નથી તેમણે દોસ્તોને રવાડે ચડી મજા  ખાતર પણ આ દાનવને અડકવા જેવું નથી.નહીંતો એવી લત લાગશે કે,વ્યક્તિ શારીરિક, માનસિક અને આર્થિક રીતે બરબાદ થઇ શકે છે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: