– કોવિદને લીધે આ ટ્રેનો બંધ કરાઈ હતી
– મૈત્રી એક્સપ્રેસ અને બંધન એક્સપ્રેસ રવિવારથી શરૂ મૈત્રી એક્સપ્રેસ ઢાકા- કોલકાતા વચ્ચે સપ્તાહમાં પાંચ દિવસ ચાલશે
કોવિદ-૧૯ને લીધે છેલ્લા બે વર્ષોથી બંધ રહેલી ભારત- બાંગ્લાદેશ વચ્ચેની ટ્રેન સર્વિસ રવિવારથી ફરી શરૂ કરવામાં આવી છે. તેમ જણાવતા ત્યાંના રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે ચાલતી મૈત્રી એક્સપ્રેસ સપ્તાહમાં પાંચ દિવસ ઢાકા કેન્ટોન્મેન્ટથી કોલકાતા વચ્ચે દોડશે જ્યારે બંધન એક્સપ્રેસ દેશના દક્ષિણ પશ્ચિમ ભાગે રહેલા ખુલનાથી કોલકાતા વચ્ચે દોડશે.
બાંગ્લાદેશના રેલવે અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે ૪૬૫ યાત્રીઓને લઈ જવાની ક્ષમતા ધરાવતી આ ટ્રેનોમાં સરેરાશ ૩૦૦ પેસેન્જર્સ તો ઓછામાં ઓછા રહેવા સંભવ છે.
દરમિયાન એક અન્ય ટ્રેન્ સેવા બંધન એક્સપ્રેસ બાંગ્લાદેશના દક્ષિણ પશ્ચિમે ખુલના અને કોલકાતા વચ્ચે દોડશે. તે સપ્તાહમાં ૨ દિવસ ચાલશે. આ બંને ટ્રેનોમાં એરકન્ડીશન્ડ ચેર ક્લાસ હશે. તેથી એક્ઝિક્યુટીવ ક્લાસ કમ્પાર્ટમેન્ટ પણ હશે.
ત્રીજી સર્વિસ મિનાલી એક્સપ્રેસ ૧લી જૂનથી શરૂ થવા સંભવ છે. તે પશ્ચિમ બંગાળમાં રહેલા ન્યુ જલપાઈગુરી અને ઢાકા વચ્ચે દોડશે. આથી બાંગ્લાદેશીઓ, દાર્જિલિંગ હિલ્સ, કાંચનઝંઘા પર્વત અને હુઅર વન તથા દાર્જિલિંગના ચાના બગીચા સુધી સરળતાથી પહોંચી શકશે.
બે વર્ષ પછી બંને દેશો વચ્ચે રેલ સેવા શરૂ થઈ છે તે અંગે ભારતની ઇસ્ટર્ન રેલ્વેના અધિકારીઓએ કહ્યું હતું કે, બંને દેશોના પ્રવાસીઓ આ રેલ સર્વિસ ફરીથી શરૂ થવાથી ઘણા જ ઉત્તેજિત થઈ ગયા છે અને તમામ સીટો આગામી કેટલાક દિવસો માટે બુક થઈ ગઈ છે.
Leave a Reply