– સોળ આની વરસાદ થવાના સંકેત
– કચ્છમાં સોળ આની વરસાદ થવાના સંકેતથી ધરતીપુત્રો ખુશ
મુન્દ્રા પંથકના ખેતી આધારિત ગામો ઝરપરા,બોરાણા,નવીનાળ વગેરે ગામોના વાડી વિસ્તારોમાં અનેક જગ્યાએ ચાલુ સીઝનમાં સુગરીના માળાએ દેખાવ દેતાં કચ્છમાં સોડ આની વરસાદ થવાનો મત તાલુકાના જાણકાર ભૂમિપુત્રો વ્યક્ત કરી રહ્યા છે.
છેલ્લા ઘણા વર્ષોથી પોતાની વાડીમાં સુગરીના માળા નું જતન કરતા અને જાણકાર ખેડૂત એવા મોટા કપાયાના માજી ઉપસરપંચ અબ્દ્રેમાન ગુલામહુસેને કારાએ ચોમાસાની ઋતુ અગાઉ સુગરી અને તેના માળા નું દેખાવું એ સારા ચોમાસા ની નિશાની હોવા ની લાગણી દર્શાવી સૂચિત પક્ષીઓ ચૈત્ર પૂનમ થી આગમન કરતા હોવા સાથે હાલ તેમનો પ્રજનન કાળ ચાલી રહ્યો હોવાનું જણાવ્યું હતું.સાથે હવે તેમની ઈંડા મુકવાની તૈયારી હોવાનું જણાવી તેમના દેખાવ સારા ચોમાસાના સંકેત સમાન હોવાની લાગણી દર્શાવી હતી.
Leave a Reply