– પ્રાગમલજી ત્રીજાની યાદમાં વિવિધ કામોને આગળ ધપાવાશે
કચ્છના અંતિમ રાજવી મહારાઓ પ્રાગમલજી ત્રીજાની આજે શનિવારે પ્રથમ પૂણ્ય તિથિએ સદ્દગતની યાદમાં કામો આગળ વધારવાનો નિર્ધાર વ્યક્ત કરાયો છે. મહારાઓની સ્મૃતિમાં ભુજના રણજીત વિલાસ કોર્નર પર મહારાઓ મેમોરિયલ ગાર્ડનને ઐતિહાસિક સંદર્ભ સ્થળ અને ટુરિઝમ સ્પોટ તરીકે વિકસાવાશે. પ્રાગમહેલ કેમ્પસ ટુરીસ્ટો માટે વધુ રસપ્રદ અને યાદગાર બને તે માટે આકર્ષણો ઉમેરાશે.
આગામી સમયમાં શક્તિ સ્થળને તીર્થ અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવામાં આવશે. ચાડવા રખાલને કુદરતી સંપદા અને નાશ પામવાને આરે આવેલી વનસ્પતિઓ, પ્રાણીઓ, પક્ષીઓનુ જાળવણીનુ સ્થાન બનાવાશે. મહારાઓની યાદમાં 22 જેટલી રાજવી પરંપરાઓ પૂજન, આસ્થા સ્વરૂપ વિધિઓ અને વાર્ષિક ઉજવણી ચાલુ રખાશે.
માંડવીના વિજયવિલાસ પેલેસ અને સંકુલનો ભવિષ્યમાં વિકાસ કરાશે તો ભુજમા પ્રાગમહેલ આર્કાઈવ, ગ્રંથ સંગ્રહાલય અને કચ્છ અભ્યાસ કેન્દ્ર અભ્યાસુઓ અને સંશોધકોને વધુ ઉપયોગી બને તેવા પ્રયત્નો આગામી સમયમાં આદરાશે. “અલગ કચ્છ”નુ મહારાઓનું સપનુ સાકાર થાય તેવા પ્રયાસો કરાશેેે.
ભુજના પ્રાગ મહેલમાં સુવિધા વધારાઇ
મહારાઓ પ્રાગમલજીની દેખરેખ ભૂકંપ બાદ એક કરોડ ના અંગત ભંડોળમાથી પ્રાગમહલ દરબાર હોલનું કામ પુર્ણ થયા બાદ સુખ સદાચાર નામનું પ્રવેશ દ્વાર બનાવાયું છે. નીચેનો હોલ મોટા ફંકશનો માટે ઈનટીરીયર ડેકોરેશન સાથે તૈયાર કરવામા આવ્યો છે તો સ્વાદ રસિકો માટે પીઝેરિયા રેસ્ટોરન્ટ શરુ કરાયું છે. કાર્યક્રમો માટે પ્રાગમહેલના પાછળના બે મેદાનો તૈયાર કરવામા આવ્યા છે આ ઉપરાંત રણજીતવિલાસ પેલેસનુ રિનોવેશન કરવામા આવ્યું છે.
Leave a Reply