– જિલ્લામાં 100 ટકા કામગીરી કરાઈ હોવાનો વહીવટી તંત્રનો દાવો
કેન્દ્ર સરકારના ‘જલ જીવન મિશન’ અંતર્ગત વાસ્મો દ્વારા કચ્છમાં નલ સે જલ કાર્યક્રમ હેઠળ લોકભાગીદારીથી ગ્રામ્ય આંતરિક પેયજળ વિતરણ યોજના હાથ ધરવામાં આવતા કચ્છના તમામ 10 તાલુકાના 874 ગામના 4 લાખ જેટલા ઘરમાં નળ વાટે પાણી પહોંચતું થયું છે. યોજના અન્વયે 100 ટકા કામગીરી કરાઇ હોવાનો તંત્ર દ્વારા દાવો કરાયો છે.
વિસ્તારની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા એવા કચ્છ જિલ્લામાં ‘જલ જીવન મિશન’ ની શરૂઆત થયા પહેલા એટલે કે તારીખ ૧૫/૦૮/૨૦૧૯ની સ્થિતિએ 4,02,565 ઘર પૈકી 3,82,602જેટલા ઘરમાં નળ જોડાણની સુવિધા ઉપલબ્ધ હતી.
જ્યારે 19963 જેટલા ઘરમાં આ સુવિધા ઊભી કરવાની બાકી હતી. ત્યારબાદ વાસ્મો દ્વારા 30.36 કરોડના ખર્ચે બાકી રહેતા ઘરોમાં નળ જોડાણ આપવામા આવ્યા હતા. આમ સરહદી જિલ્લો ગ્રામ્ય સ્તરે 100 ટકા નળ જોડાણ ધરાવતો હોવાનો દાવો તંત્ર દ્વારા કરાયો છે.
Leave a Reply